- સાંસદ મનસુખ વસાવા મને કોઈ ફોન કરતા નથી અને મારા ફોનનો કોઈ જવાબ આપતા નથી: મોતીસિંહ વસાવા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ડેડીયાપાડાના બોગજ ગામે બે રાજકીય પક્ષના કાર્યકરો સામ સામે આવી જતા મારા મારી થઈ હતી, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સાળો પણ ઘાયલ થયો હતો. આ ઘટનામાં બિટીપીના ચૈતર વસાવા સહીત 10 લોકો વિરુદ્ધ મારા મારી અને લૂંટનો ગુનો દાખલ થયો હતો. બોગજ ગામ ભાજપ સાંસદ મનસુખ વસાવાની સાસરી છે, જેથી તેઓ પોતે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પોલિસ કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી કે નર્મદા પોલિસ ધીમી કાર્યવાહી કરી રહી છે. સાથે સાથે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સીધે સીધો ડેડીયાપાડાના પૂર્વ MLA અને પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા પણ આડે હાથે લીધા હતા, એમણે જાહેરમાં કહ્યું હતું કે, બોગજ ગામે બનેલી ઘટના બાદ એક પણ ભાજપના આગેવાનોએ મારો સંપર્ક કર્યો ન હતો તથા ભોગ બનેલા કાર્યકર્તાઓનો પણ સંપર્ક કર્યો ન હતો.
(આજે ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં કાર્ટૂન જુઓ – દહાડો સુધરી જશે)
ભાજપના સ્થાનિક આગેવાન માજી વનમંત્રી મોતીલાલ વસાવા કે પછી બીજા અન્ય ભાજપના કોઈ પણ આગેવાનોએ મને ફોન સુદ્ધા પણ કર્યો નથી કે પછી ભોગ બનેલા ઇજાગ્રસ્તોની ગામે જઈને મુલાકાત પણ લીધી નથી. ઉપરોક્ત ઘટનાઓ ઘાટોલી ગામે ઘટી હોય કે પછી બોગઝ ગામે ઘટી હોય ત્યારે ક્યારેય પણ કોઇ પણ જગ્યાએ મોતીલાલ વસાવા કાર્યકર્તાઓની પડખે આવ્યા નથી. મને સમજાતું નથી કે મોતીલાલ વસાવા તથા ભાજપના બીજા આગેવાનો બીટીપીની દાદાગીરીથી ગભરાય છે કે પછી તેઓની સાથે મિલીભગત છે.
મનસુખ વસાવાના આ આક્ષેપથી ડેડીયાપાડાના પૂર્વ MLA અને પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા ગીન્નાયા છે, એમણે પણ મનસુખ વસાવાને સણસણતો જડબાતોડ જવાબ આપ્યો છે. એમણે જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ મારા પર જે આક્ષેપ કર્યા છે એ યોગ્ય નથી. આ બનાવની જેવી મને જાણ થઈ ત્યારે PSI ડેડીયાપાડાને જાણ કરી અને એટલું જ નહિ વાઢવા ગામના બનાવ વખતે પણ SP નર્મદા સાથે પણ વાત કરી હતી. સાંબુટી ગામના બનાવ વખતે પણ DYSP મોદી સાહેબ સાથે પણ વાત કરી હતી. સોલિયા ગામના આપણા સરપંચ ઉમેદવારનાં ફોન આવ્યો હતો કે ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી PSI દેડીયાપાડા જોડે વાત કરી ત્યાં બંદોબસ્ત પણ ગોઠવવમાં આવ્યો હતો. આ ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓનો જ્યાથી સંપર્ક થયો તરત જ લાગતા વળગતા અધિકારીઓ સાથે વાત કરી જે તે કાર્યવાહી કરવા સૂચનો પણ આપી છે. હું કોઈ પણ BTP કે કોંગ્રેસ પાર્ટીથી ડરતો નથી અને હું પોતે નીતિ રિતીથી ચાલવા વાળો માણસ છું. જેથી કરીને મને જ્યારે પણ કામ કરવાની સૂચના તમારા તરફથી કે પ્રદેશ કે જિલ્લા તરફથી જે સૂચના મળી છે અમે ત્યાં પહોચીને પ્રશ્નો સાંભળી અને તેના ઉકેલ લાવવાનાં તમામ પ્રયત્નો અમે સૌએ કર્યા છે. સાંસદ મનસુખ વસાવા મને કોઈ ફોન કરતા નથી અને મારા ફોનનો કોઈ જવાબ આપતા નથી.
FunRang News.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg