- ગોકુલધામ વિદ્યાલયના 100 બાળકોએ આકર્ષક વેશભૂષા સાથે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનું પર્ફોમન્સ રજૂ કર્યું.
- બાળ કલાકારોના નોન સ્ટોપ પર્ફોમન્સે 400 થી વધુ દર્શકોને 3 કલાક જકડી રાખ્યા.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા । અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ આનંદ-ઉલ્લાસ સાથે યોજાયો હતો. આ પ્રોગ્રામમાં ગોકુલધામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 100 થી વધુ બાળકો તેમજ ગોકુલધામ યુથ ગ્રૂપના સ્વંયસેવકોએ કલાકાર બનીને વિવિધ થીમ ઉપર જબરદસ્ત પર્ફોમ કરી દર્શકોની વાહવાહી મેળવી હતી. ગોકુલધામના નમસ્તે-2023 પ્રોગ્રામને નિહાળવા જગદગુરુ હોલમાં 400 થી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.
અમેરિકાની ધરતી ઉપર ભારતીય સમુદાય માટે એટલાન્ટાની ગોકુલધામ હવેલી છેલ્લા 5 વર્ષથી આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. આ ગોકુલધામ હવેલીમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે દર રવિવારે ગોકુલધામ વિદ્યાલય શરૂ કરાયું છે. જેના દ્વા્રા બાળકોને ગુજરાતી ભાષા ઉપરાંત હિન્દુ ધર્મ, રામાયણ, ભગવદ્ ગીતા, પુષ્ટિ સંપ્રદાય વિશે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શિક્ષણમાંથી શીખવા મળેલા
જ્ઞાનને આધારરૂપ ગોકુલધામ હવેલી-વિદ્યાલયનો વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ નું જાન્યુઆરીમાં આયોજન થયું હતું. દર્શકોથી ખીચોખીચ ભરાયેલા ગોકુલધામના જગદગુરુ હોલમાં સતત 3 કલાક સુધી નમસ્તે-2023 પ્રોગ્રામ નોન સ્ટોપ યોજાયો હતો. ‘નમસ્તે-2023’ પ્રોગ્રામમાં ગોકુલધામ વિદ્યાલયના 100 થી વધુ બાળકો તેમજ યુથ ગ્રૂપના 30 વધુ સ્વયંસેવકોએ એક મહિનાની પ્રેક્ટિશ કરીને નિપુણ કલાકાર તરીકે ભાગ લઇ કાબિલેદાદ બેસ્ટ પર્ફોમન્સ રજૂ કરી મહાનુભાવો અને દર્શકોની શાબાશી અને વાહવાહી મેળવી હતી. ગોકુલધામના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ સૌ કલાકારોની ધગશ અને મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ગોકુલધામ વિદ્યાલયના સ્વયંસેવક ટીચર્સ તેમજ પેરેન્ટ્સના સહયોગને કારણે નમસ્તે પ્રોગ્રામ સફળ બન્યો હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું. ગોકુલધામના નમસ્તે કાર્યક્રમને નિહાળવા મહાનુભાવો ગ્વીનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્નિ ઓસ્ટીન ગેટ્સોન, લોરેન્સવિલ સિટી કાઉન્સિલ મેમ્બર ઓસ્ટિન થોમ્પસન તેમજ ગ્વીનેટ કાઉન્ટીના પૂર્વ કમિશનર માર્લિન ફોસ્કયૂ ઉપસ્થિત રહ્યા હતા.
નમસ્તે-2023 ના પ્રોગ્રામમાં ગોકુલધામ વિદ્યાલયના બાળકોએ રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતાની થીમ ઉપર વિવિધ પર્ફોમન્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત ક્લાસિકલ ડાન્સ, બોલીવુડ ડાન્સ અને એવરગ્રીન બોલીવુડ ફિનાલે દ્વારા બાળકો તેમજ યુથ ટીમના સ્વયંસેવકોએ મનોરંજન પીરસી દર્શકોને 3 કલાક જકડી રાખ્યા હતા. ગોકુલધામ વિદ્યાલયના 100 બાળકોએ ભગવાન વિષ્ણુના વરાહ અવતાર, મત્સ્ય અવતાર, નરસિંહ અવતાર, કૂર્મ અવતારનું આકર્ષક વેશભૂષા સાથે આબેહૂબ પરર્ફોમન્સ રજૂ કર્યું હતું. ગોકુલ નૃત્યરાજ એકેડેમીના ક્ક્ષા પટેલ અને મૌલી શાહે ભરત નાટ્યમ નૃત્ય રજૂ કર્યું હતું.
નમસ્તે પ્રોગ્રામને સફળ બનાવવા માટે સ્ક્રીપ્ટ રાઇટર અમી પટવા, સ્ક્રીપ્ટ એડિટર દિપીકા પટેલ, પોપ્સ એન્ડ કોન્સ્ચ્યુમ ડૉ.હિરલ પટેલ, આસ્થા દલાલ, હરિત પટવા, આત્મય તલાટી, સમીર શાહ, જીતેશ સંપત, નિલેશ કલાસીયા, સુહાસ શેઠ, પ્રિયાંક પરીખ, સુદીપ શેઠનું યોગદાન રહ્યું હતું. આ ઉપરાંત ગોકુલધામ વિદ્યાલયના ટીચર્સ જલ્પા પટેલ, રોશની શાહ, અર્ચના શાહ, કિન્નરી અમીન, પૂર્વી સંપત, નિધિ સુરેજા, અવની જાંબુડી, અમી પરીખ, તેમજ કો-ઓર્ડિનેટર કરણ શાહ, હિતેન ધોળકીયા, જીગેશ પરીખ તેમજ ઓડિયો-વિડિયો માટે હિતેશ પંડિત, કેતુલ ઠાકર, આર્ષ તલાટીએ જહેમત ઉઠાવી હતી.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.