Vishal Mistry, Rajpipla

ગુજરાત સરકારે હાલમાં જ 16 જેટલા IAS અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે.જેમાં નર્મદા જિલ્લા DDO પી.ડી. પલસાણાની બદલી બોટાદ DDO તરીકે થઈ છે.એમની જગ્યાએ નર્મદા જિલ્લાના DDO તરીકે વર્ષ 2018 ના વર્ષના ગુજરાત કેડરના યુવાન IAS અધિકારી અંકિત પન્નુને મુકાયા છે.

22/06/1994 ના રોજ જન્મેલા અંકિત પન્નુએ વર્ષ 2016 માં પોલીમર સાયન્સ અને કેમિકલ ટેકનોલોજીમાં એન્જીનીયરીંગ કરેલું છે.એમના પિતા દિલ્હી પોલીસમાં ASI હતા.અંકિત પન્નુને IAS અધિકારી કેવી રીતે અને કેવા સંજોગોમાં બન્યા એ પણ એક દિલચસ્પ કિસ્સો છે.એમને અધિકારી બનવાની પ્રેરણા પોતાના પિતા દ્વારા મળી હતી.એમણે એન્જીનીયરીંગના ભણતર વખતે જ IAS અધિકારી બનવાનું નક્કી કરી લીધું, એન્જીનીયરીંગના ત્રીજા વર્ષથી જ એમણે UPSC ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.વર્ષ 2016 માં એમણે UPSC ની પરીક્ષા આપી અને પેહલા જ પ્રયત્નમાં એમનો ઓલ ઇન્ડિયામાં 444 મો રેન્ક આવ્યો, એમને સરકારે IRS અધિકારીની ઓફર પણ કરી પરંતુ એમને તો IAS બનવું હતું.એમણે IRS બનવાનું માંડી વાળી ફરીથી UPSC ની તૈયારી પેહલા કરતા ડબલ મહેનતે શરૂ કરી, પરિણામ સ્વરૂપે 2017 ની UPSC ની લેવાયેલી પરીક્ષામાં બીજા પ્રયત્ને એમનો ઓલ ઇન્ડિયામાં 31 મો રેન્ક આવ્યો અને એમનું IAS અધિકારી બનવાનું સપનું સાકાર થયું.

UPSC ની પરીક્ષા સૌથી અઘરી માનવામાં આવે છે, IAS અંકિત પન્નુએ 2 વખતે UPSC ની પરીક્ષા પાસ કરી એ એમની સખત મહેનત અને ધીરજનું જ પરિણામ કહી શકાય.એમણે બીજી વાર UPSC ની પરીક્ષા એટલા માટે આપી કે IAS બનવાના સપના સાથે તેઓ કોઈ પણ જાતનો સમજોતો કરવા માંગતા ન્હોતા.IAS અંકિત પન્નુ નર્મદા જિલ્લાના DDO તરીકે મુકાયા એ પેહલા જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે કાર્યરત હતા.IAS અંકિત પન્નુ જણાવે છે કે UPSC ની તૈયારી કરતા ઉમેદવારોએ ધૈર્ય અને સકારાત્મક રહેવાની જરૂર હોય છે, પરીક્ષાની તૈયારી કરતી વખતે નેગેટિવ લોકોથી દૂર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *