• ગુરુવારે સવારે 10 વાગ્યાના અરસામાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી.
  • 20 જેટલાં દાઝી ગયેલા કામદારોની હોસ્પિટલમાં સારવાર.

પંચમહાલ. ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના એક પ્લાન્ટમાં ગુરુવારે સવારે 10 વાગ્યાના અરસામાં પ્રચંડ ધડાકાભેર આગ ફાટી નિકળી હતી. આ બનાવમાં આજરોજ વધુ એક કામદારનો મૃતદેહ મળી આવતાં, કુલ મૃત્યુ આંક 6 થયો છે.

GFL કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં આજે સવારે એસ.ડી.આર.એફ. દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં એક કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં 20 જેટલાં દાઝી ગયેલાં કામદારોની હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(આજે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલા કાર્ટૂન નિહાળો  – દહાડો સુધારો)

ગુરુવારે સવારે 10 વાગ્યે કંપનીના પ્લાન્ટમાં થયેલો પ્રચંડ ધડાકો 10 કિમી દૂર સુધી સંભળાયો હતો. ધુમાડાના ગોટેગોટાં ઘણે દૂરથી જોઈ શકાયા હતાં. બનાવને પગલે કાલોલ, હાલોલ, ગોધરા તેમજ એમજી મોટર્સ, પોલીકેબ વાયર સહિતની ખાનગી કંપની ફાયર ફાઈટર્સ દોડી આવ્યા હતાં. ભારે જહેમત બાદ સાંજે 5 વાગ્યાના સુમારે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

પ્રચંડ ધડાકા સાથે ફાટી નિકળેલી આગમાં ગઈકાલે 5 કામદારોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું. આજરોજ વધુ એક કામદારનો મૃતદેહ મળી આવતાં કુલ મૃત્યુ આંક 6 થયો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે કામદારના પરિવારજનોએ કંપની ખાતે પથ્થરમારો કર્યો હતો. જેને પગલે આજરોજ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *