- કાર પર MLA ગુજરાત લખીને રોફ જમાવતાં બે યુવાનોએ દંડ ના ભરવા માટે કાર ભગાવી દીધી હતી.
- MLA ઋત્વિજ મકવાણાના કૌટુંબિક ભત્રીજા કૃણાલ અને પ્રશાંત પાસેથી કાર, રિવોલ્વર, કારતૂસ કબજે કરાયા.
Mehulkumar Vyas. [9978918796]
રાજકોટ । ગત તા. 30મી ડિસેમ્બરના રોજ રાજકોટ – અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ ખાતે ‘MLA ગુજરાત’ લખેલી કારમાં સવાર બે શખ્સો પી.એસ.આઈ. સામે રિવોલ્વર તાંકી દંડ ભર્યા વગર ભાગી છૂટ્યા હતાં. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરતાં તેઓ MLA ઋત્વિજ મકવાણા કૌટુંબિક ભત્રીજાઓ હોવાનું સપાટી પર આવ્યું હતું.
MLA ઋત્વિજ મકવાણાના ભત્રીજાઓ કૃણાલ મકવાણા અને પ્રશાંત મકવાણા કાળા રંગની એન્ડેવર કાર GJ-01-WA-1 પર ‘MLA ગુજરાત’ લખીને ફરતાં હતાં. કાયદાની ઐસી કી તૈસી કરી કાર પર ફેન્સી નંબર પ્લેટ તેમજ કાળા કાચ રાખ્યા હતાં.
ગત તા. 30 ડિસેમ્બરના રોજ થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને બામણબોર ચેકપોસ્ટ ખાતે એરપોર્ટ પોલીસ મથકના પી.એસ.આઈ. આર.એન. સાંકળિયા, પી.એસ.આઈ. વી.સી. પરમાર. કોન્સ્ટેબલ રમણીક ગોહિલ સહિતનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાનમાં સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં અમદાવાદ તરફથી કાળા રંગની એન્ડેવર કાર આવી હતી.
પોલીસે કાર રોકવાનો ઇશારો કરવા છતાં કાર નહીં ઉભી રાખીને થોડે આગળ જઈ થોભાવવામાં આવી હતી. પી.એસ.આઈ. સાંકળિયાએ કાર પાસે જઈ પુછપરછ કરતાં કારમાં સવાર શખ્સોએ MLAની કાર રોકો છો? એમ કહી બોલાચાલી કરી હતી. જોકે, પી.એસ.આઈ. દ્વારા દંડ ભરવાનો આગ્રહ કરવામાં આવતાં કારમાં સવાર શખ્સોએ તેની સામે રિવોલ્વર તાંકી હતી. અને કાર હંકારી ભાગી ગયા હતાં.
બનાવ અંગે પી.એસ.આઈ.એ કરેલી ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી હતી. અને સીસીટીવી કેમેરાને આધારે પોલીસે કૃણાલ મકવાણા અને પ્રશાંત મકવાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓની પાસેથી એન્ડેવર કાર, રિવોલ્વર અને જીવતા કારતૂસ મળી કુલ 10 લાખ 50 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
🙂 (FunRang Joke) 🙂
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz