- 15.35 લાખની કિંમતના મોબાઈલ ફોન રાજકોટ ગ્રામ્ય પોલીસે શોધી કાઢ્યા.
- મોબાઈલ ફોન બીલ વગર નહીં ખરીદવા રાજકોટ ગ્રામ્ય પોલીસની અપીલ.
Mehulkumar Vyas. [9978918796]
રાજકોટ | ચોરાયેલા કે ગૂમ થયેલા મોબાઈલ પોલીસ શોધતી નથી. એ વાતને ખોટી સાબિત કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસે 106 મોબાઈલ શોધીને તેના માલિકોને પરત કર્યા હતાં. પોલીસ વિભાગે જાહેરજનતાને અપીલ કરી છે કે, મોબાઈલ ફોન બીલ વગર ખરીદશો નહીં.
રાજકોટ જીલ્લામાં ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધવા અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાને આધારે કોમ્પ્યુટર શાખાના સ્ટાફે 15.35 લાખના મોબાઈલ શોધી કાઢ્યા હતાં. 1 ઓક્ટોબર 2021થી 31 ડિસેમ્બર 2021 દરમિયાન ગૂમ થયેલાં કે ચોરાયેલા 106 મોબાઈલ માલિકોને પરત કરાયા હતાં.
આટલી મોટી સંખ્યામાં મોબાઈલ ફોન શોધવામાં ડી.વાય.એસ.પી. પી. એસ. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.એચ. વાજા સહિત સ્ટાફના ચંદ્રેશભાઈ ખોખર, દિવ્યેશભાઈ ગોહિલ, મયુરભાઈ ઝાપડિયા, ભાવેશભાઈ મકવાણા (એલસીબી), શોભનાબહેન વેકરિયા, શારદાબહેન ચંદ્રપાલ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.
(FunRang Joke)
પકડુંએ હોંશિયારી કરતાં ગર્લફ્રેન્ડ પાક્કીને કહ્યું કે, હું એવી છોકરી સાથે લગ્ન કરીશ જે મહેનત કરતી હોય, સાદગીનું પાલન કરતી હોય, ઘરને સાફસુથરું રાખતી હોય અને કીધેલું માનતી હોય.
પાક્કીઃ અચ્છા એટલે તારે કામવાળી સાથે લગ્ન કરવા છે?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz