- રાજકોટની લાઈબ્રેરીમાં જનરલ વિભાગને બદલે વિદ્યાર્થીઓના વિભાગમાં જવાનું કહેતાં ઉશ્કેરાયેલી મહિલા કોન્સ્ટેબલે બૂમરાણ મચાવી.
- લાઈબ્રેરીના કર્મચારીને લાફો ઝીંકી દેતાં વિદ્યાર્થીઓએ મહિલા કોન્સ્ટેબલના વિરોધમાં હોબાળો મચાવ્યો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
રાજકોટ । રૈયારોડ પરની લાઈબ્રેરીમાં PSIની પરીક્ષાની તૈયારી કરવા ગયેલી મહિલા કોન્સ્ટેબલે જાણે પરીક્ષા પહેલાં જ ‘અધિકારી’ બની ગઈ હોવાનું ભૂત વળગ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો. ખોટી વિભાગમાં બેસીને અભ્યાસ કરી રહેલી મહિલા કોન્સ્ટેબલને સાચા વિભાગમાં જવાનું કહેનાર લાઈબ્રેરીના કર્મચારી સાથે ગેરવર્તણૂંક કરી હતી. બનાવ અંગેના સીસીટીવી સાથે પોલીસ ફરિયાદ નોંધાવા સુધી મામલો પહોંચતાં, મહિલા કોન્સ્ટેબલનો પરસેવો છૂટી ગયો હતો અને માફી માગી લઈ સમાધાન કરી લીધું હતું.
બુધવારે આણંદની મહિલા કોન્સ્ટેબલ દ્વારા રૈયારોડ પર આવેલી બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીની શાંતિ ભંગ કરી, અન્ય વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓના અભ્યાસમાં ખલેલ પહોંચાડવામાં આવી એ ઘટનાની વિગતો એવી છે કે, આણંદ ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હવે પી.એસ.આઈ. મેઇન્સની પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે. પી.એસ.આઈ. માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે મહિલા કોન્સ્ટેબલ બુધવારે બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીમાં પહોંચી હતી.
લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટેના વિભાગમાં જઈને તૈયારી કરવાને બદલે મહિલા કોન્સ્ટેબલ જનરલ વિભાગમાં બેસી ગઈ હતી. આ વાત ધ્યાને આવતાં લાઈબ્રેરીના કર્મચારી સાર્થકે તેને વિદ્યાર્થીઓના વિભાગમાં જવાનું જણાવ્યું હતું. જોકે, પરીક્ષાની તૈયારી કરતાં પહેલાં જ કોન્સ્ટેબલ જાણે પી.એસ.આઈ. બની ગઈ હોય એવો રોફ ઝાડ્યો હતો.
કર્મચારીએ આ અંગે આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન તૃપ્તિબહેનને જાણ કરી હતી. તેથી તેઓ મહિલા કોન્સ્ટેબલને સમજાવવા ગયા હતાં. જોકે, પી.એસ.આઈ.ની પરીક્ષાના કોઈ પુસ્તકમાં ‘ખાખીધારી અધિકારીવાળો’ રોફ વાંચી ગયેલી અથવા તો, પોતાની જાતને અત્યારથી પી.એસ.આઈ. સમજી બેઠેલી મહિલા કોન્સ્ટેબલે ત્યાંથી હટવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, આસિસ્ટન્ટ લાઈબ્રેરીયનને જોઈ લેવાની ધમકી આપી દીધી હતી. બાદમાં ઉશ્કેરાઈને લાઈબ્રેરીના કર્ચચારી સાર્થકને લાફા મારી, તેનો મોબાઈલ ખેંચી લીધો હતો.
મહિલા કોન્સ્ટેબલે બૂમાબૂમ કરતાં અન્ય વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચી હતી. જેને પગલે વિદ્યાર્થીઓએ લાઈબ્રેરીમાં મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ હોબાળો મચાવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં દોડી આવેલી યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે વિદ્યાર્થીઓના ટોળાંને વિખેર્યું હતું. અને લાઈબ્રેરીના કર્મચારી – મહિલા કોન્સ્ટેબલને પોલીસ મથકે લઈ ગયા હતાં.
શરૂઆતમાં કર્મચારીને લાફો માર્યો હોવા સહિત કોઈપણ પ્રકારની ગેરવર્તણૂંક કરી હોવાનો મહિલા કોન્સ્ટેબલે ઇન્કાર કરી દીધો હતો. જોકે, બાદમાં ચીફ લાઈબ્રેરીયન નરેન્દ્ર આરદેશણાએ પોલીસને સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતાં. અને મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું.
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાં જ મહિલા કોન્સ્ટેબલ પર સવાર થયેલું ‘અધિકારી’ બની ગઈ હોવાનું ભૂત ઉતરી ગયું હતું. અને તેણે માફી માંગી લીધી હતી. અને હવે પછી લાઈબ્રેરીમાં નહીં આવે તેવી બાંહેધરી આપી હતી. જેને પગલે છેવટે લાઈબ્રેરીના સ્ટાફે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.
(આજનો Funrang જોક)
ચમન – યાર, કાલે પેલા જીગાએ મને પુછ્યું…
અમન – શું પુછ્યું…
ચમન – એ જ કે, તું ક્યાં રહે છે… મેં તો કહી દીધું ન્યૂયોર્કનું નામ સાંભળ્યું છે?
અમન – મેં સાંભળ્યું છે…
ચમન – જીગાએ એમ જ કીધું… એટલે મેં તો કહી દીધું કે ન્યૂયોર્કથી લગભગ 13000 કિલોમીટર દૂર વડોદરામાં રહું છું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz