- સમસ્ત ગુજરાતના રઘુવંશી સમાજ દ્વારા ચોટીલા હાઈવે પર 40 એકરમાં રામધામ બનાવાશે.
- ત્રિ-દિવસ યજ્ઞ અને મહા સંમેલન યોજવામાં આવ્યું હતું.
[Mehulkumar Vyas – 9978918796]
રાજકોટ । ચોટીલા – રાજકોટ હાઈવે પર જાલીડા ગામ પાસે સમસ્ત ગુજરાત રઘુવંશી સમાજ દ્વારા અયોધ્યા જેવું જ રામ મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રામ મહાયજ્ઞ અને સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું.
રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ચાર વર્ષ પૂર્વે રામધામ બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. છેલ્લાં ચાર વર્ષમાં રામધામ માટે વિવિધ જગ્યાઓ જોયા બાદ ચોટીલા – રાજકોટ હાઈવે પર જાલીડા ગામ પાસેની 40 એકર જમીન પસંદ કરવામાં આવી હતી. જ્યાં અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરની ડિઝાઈન પ્રમાણેનું જ રામ મંદિર રૂ. 100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
ત્રિ-દિવસીય રામ મહાયજ્ઞ અને રઘુવંશી સમાજના સંમેલનમાં હરીચરણ દાસબાપુ, વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબહેન સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રૂ. 100 કરોડના ખર્ચે 40 એકર જગ્યામાં આકાર પામાનાર રામધામમાં મંદિર ઉપરાંત હોસ્પિટલ, શિક્ષણ છાત્રાલય, ભોજનાલય, ગૌશાળા સહિતની સામાજીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું, આજે મને ફરીવાર આલિયા ભટ્ટને કિસ કરવાની ઇચ્છા થાય છે.
પકડું – એટલે, તે પહેલાં કરી હતી આલિયાને કિસ?
ટાઈગર – અરે ના હવે… પહેલા પણ એકવાર એવી ઇચ્છા થઈ હતી. આજે ફરીવાર થઈ… શું તું પણ યાર..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz