• ભક્તિનગર સર્કલ પાસે પીકઅપ પોઇન્ટ પર બનેલી ઘટના.
  • ડ્રાઈવર, કંડક્ટર અને બે મુસાફરો આગ લાગતાં જ ઉતરી ગયાં.

Mehulkumar Vyas. [9978918796]

Rajkot | આજરોજ ભક્તિનગર સર્કલ પાસે આવેલા પીકઅપ પોઈન્ટ પર બે મુસાફરો બેઠા બાદ શરૂ કરાયેલી સિટી બસમાં આગ લાગી ગઈ હતી. અને જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સિટી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ડ્રાઈવર, કંડક્ટર અને બે મુસાફરો આગ લાગતાં જ બસમાંથી ઉતરી ગયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સુરતમાં લક્ઝરી બસમાં લાગેલી આગની ઘટનામાં એક યુવતીનું કરુણ મોત નિપજ્યું હતું.

ભક્તિનગર સર્કલથી બજરંગવાડી તરફ જતી સિટી બસ પીકઅપ પોઈન્ટ પર આવી હતી. મુસાફરો ઉતર્યા બાદ બજરંગવાડીના બે મુસાફરો બસમાં ચડ્યા હતાં. ત્યારબાદ ડ્રાઈવર ગિરીશ પંડ્યાએ બસ ઉપાડવા સેલ્ફ માર્યો હતો. ત્યાંજ ધુમાડાના ગોટા નિકળવા માંડ્યા હતાં. તેથી ગભરાઈ ગયેલાં ડ્રાઈવર – કંડક્ટર સહિતના બે મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતાં.

થોડીક ક્ષણો ધુમાડા નિકળ્યા બાદ આગની જ્વાળાઓ ઉઠવા માંડી હતી બસમાં આગ લાગતાં વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ગણતરીની પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બસમાં લાગેલીની આગની ઝપટમાં આવી ગયેલાં એક વૃક્ષ અને બે ટુ-વ્હિલરને પણ નુકસાન પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો ત્યાં સુધીમાં બસ આગમાં ખાખ થઈ જવા પામી હતી.

પ્રાથમિક તબક્કે એન્જિનમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે.

(આજનો Funrang જોક)

ટાઈગર ચાલતો જતો હતો… એમાં એણે જોયું કે એક માણસ ચાવીથી કાન ખંજવાળી રહ્યો હતો. થોડીવાર સુધી ટાઈગરે એને જોયા કર્યો અને પછી બોલ્યો…

ટાઈગર – ભાઈ તમે સ્ટાર્ટ ના થઈ રહ્યા હોવ તો ધક્કો મારી આપું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *