- રાજકોટ ભાજપાના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલો સ્ફોટક પત્ર.
- પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 15 કરોડની ઠગાઇ કેસમાં 75 લાખ કમિશન લઈ લીધું.
- મવાલી – ગુંડાની જેમ પોલીસ કમિશનર ઉઘરાણીની લેણી કરવા નિકળે છે – ગોવિંદ પટેલ.
Mehulkumar Vyas. [9978918796]
રાજકોટ । કોઈની પાસે ફસાયેલા નાણાં કઢાવવા માટે લોકો ગુંડા – મવાલીઓનો સહારો લેતા હોય છે અને ‘વસુલીભાઇ’ પોતાનું કમિશન નક્કી કરીને યેનકેન પ્રકારે નાણાં કઢાવી આપતાં હોય છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ જાણે વસુલાભાઈની ભૂમિકા ભજવી 15 ટકા કમિશન નક્કી કરી નાણાં કઢાવી આપે છે એવો ચોંકાવનારો આક્ષેપ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લેખિતમાં કર્યો છે. ધારાસભ્યના આક્ષેપને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકાટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં જણાવાયું છે કે, રાજકોટ પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી – ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નિકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે. જેના ઘણાં કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખીએ કરી છે.
વધુમાં જણાવાયું છે કે, મહેશભાઈ સખીયા પાસે આઠેક માસ પહેલા આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની ફરિયાદ દાખલ કરવાને બદલે પોલીસ કમિશનરે મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માંગ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને સાતેક કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે પોલીસ ઇન્સ્પેક્ટર મારફત વસુલી લીધા હતાં. બાકીના 30 લાખની ઉઘરાણી જે તે પોલીસ ઇન્સ્પેક્ટર ફોનથી કરી રહ્યા હતાં. પરંતુ, આ રકમ આવી નથી.
વધુમાં ઉમેર્યું છે કે, આ મામલે આખરે આપની પાસે ફરિયાદ થતાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં બે આરોપીને પકડ્યા પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે. આમ પોલીસ કમિશનર આવા ડૂબેલા નાણાં ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR દાખલ થયા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી. તેમજ પોલીસ કમિશનરે લીધેલા 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલા ભરો તેવી વિનંતી છે.
ધારાસભ્યના પત્ર અંગે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે પત્રકારોને જણાવ્યું હતું કે, ધારાસભ્યના પત્રમાં કરવામાં આવેલા આક્ષેપોની તટસ્થ તપાસ કરાશે. પત્રમાં કેટલું તથ્ય છે તે અંગે ઉચ્ચ અધિકારી હેઠળ તપાસ કરાશે. ગોવિંદભાઈ સાથે મારે કોઈ વાત થઈ નથી. આ મામલાની સત્વરે તપાસ કરવામાં આવશે.
એક તબક્કે મિડીયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, મનોજ અગ્રવાલ રાજકોટ પોલીસ કમિશનર બન્યા બાદ 5 – 5 લાખ રૂપિયા લઈને હથિયારનું લાઈસન્સ કાઢી આપવામાં આવે છે. રાજકોટમાં મોટી સંખ્યામાં હથિયારના લાઈસન્સ આપવામાં આવ્યા છે. ક્રાઈમ રેટ ઘટ્યો છે તો હથિયારના લાઈસન્સ આપવાની શું જરૂર? આ પ્રશ્નના જવાબમાં જોઈન્ટ સીપીએ મને કંઈ ખબર નથી એમ કહી પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
(આજે ગુજરાત સમચાર, સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ કાર્ટૂન નિહાળો માત્ર એક જ વિડીયોમાં)
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તારે ત્યાં ઠંડી કેવી છે?
ટાઈગર – યાર એકદમ ઇન્ટરનેટ જેવી… બહાર જઈએ તો લાગે અને અંદર રહીએ તો નથી લાગતી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz