- રાજકોટના યુવકે આપઘાત કરતાં પરિવારજનોએ કરેલો આક્ષેપ.
- ડ્રગ્સ વેચવાની ના પાડતાં સુધાએ મને અને મારા ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી – મૃતકનો ભાઈ.
- બે દિવસ અગાઉ માણસો સાથે ધસી આવેલી સુધાએ ધમકી આપી હતી – પોલીસ મારું કશું બગાડી નહીં શકે.
Mehulkumar Vyas. [9978918796]
રાજકોટ । શહેરની ભીડભંજન સોસાયટીમાં રહેતા 37 વર્ષિય યુવાને આજે સવારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસનું માનવું છે કે, આર્થિક ભીંસને કારણે તેણે આવું પગલું ભર્યું છે. તો બીજી તરફ, મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, નામચીન ડ્રગ પેડલર સુધા ધામેલીયાની ધમકીઓથી ડરીને યુવાને આપઘાત કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ માસ અગાઉ પણ સુધા ધામેલીયાના ત્રાસ અંગે એક માતાએ મિડીયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી.
રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થોના વ્યાપક વેચાણમાં મુખ્ય ડ્રગ પેડલર સુધા ધામેલિયાનું નામ ખુલ્યું હતું. ગત 28 જૂન 2021ના રોજ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે સુધાને ઝડપી પાડી હતી. જોકે, બાદમાં હાઈકોર્ટમાંથી જામીન પર મુક્ત થઈ સુધાએ ફરી માદક પદાર્થોનો વેપલો શરૂ કર્યો હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
સાધુવાસવાણી રોડ પર આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતાં 37 વર્ષિય જય કિશોરભાઈ રાઠોડે સવારના સમયે ગળેફાંસો ખાધો હતો. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હે.કો. ભગીરથસિંહ ખેર અને રાઈટર લક્ષ્મણભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણને કારણે જય રાઠોડે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે, મૃતકના ભાઈ કિરણ રાઠોડે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુધાએ મને અને મારા ભાઈને ડ્રગ વેચવા માટે દબાણ કરતી હતી. સુધાએ જ મારા ભાઈને માર્યો છે. અમે ડ્રગ વેચવાની ના પાડતા તેણે મારી નાંખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલાં રાત્રે સુધા તેના સાગરીતો સાથે અમારા ઘરે આવી પહોંચી હતી. જોકે, જયે દરવાજો નહોતો ખોલ્યો. સુધા મારી નાંખવાની ધમકી આપી જતી રહી હતી. મારા ભાઈએ સુધાથી ગભરાઈને જ આપઘાત કર્યો છે.
તો જયની માતાએ પણ સુધાના ત્રાસના કારણે દીકરો ગુમાવવો પડ્યો હોવાનું રટણ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સુધાને પોલીસનો કોઈ ડર નથી. જોકે, સુધા ધામેલીયા સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણી મીડીયા સમક્ષ ઉચ્ચારી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર એટીએમની બહાર ફૂટપાથ પર ઉભો હતો. ત્યાં એક ઘરડા કાકા આવ્યા.
કાકા – બેટા, મારું બેલેન્સ ચેક કરી આપને…
ટાઈગરે કાકાને ધક્કો મારી દીધો, કાકા પડી ગયા…
ટાઈગર – તમારું બેલેન્સ બરોબર નથી… ડૉક્ટરને બતાવો.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz