- આજી નદીમાં ઉગી નિકળેલી ગાંડીવેલ પર મોટા મોટા મચ્છરોના ઝૂંડ ઉડી રહ્યાં છે.
- આજી નદીના પાણીમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે કરોડોનો ખર્ચો ‘પાણીમાં’.
- કોરોના કાળમાં મચ્છરજન્ય રોગ ફેલાય તેવી વકી.
- ગાંડીવેલ મૂળથી દૂર કરવાનો મહાનગર પાલિકા અને કલેક્ટર તંત્રનો દાવો પોકળ.
- મચ્છરોના ઝૂંડને કારણે અકસ્માત સર્જાવાનો પણ ભય.
Mehulkumar Vyas. [9978918796]
Rajkot | રાજકોટ મહાનગર પાલિકાના બેદરકારીને કારણે આજી નદીના પાણી પર પથરાયેલી ગાંડીવેલ મચ્છર ઉત્પાદન કેન્દ્ર નહીં, પરંતુ મસમોટી ફેક્ટરી બની ગઈ છે. પાંચેક જગ્યાએ મચ્છરોના એટલા મોટા ઝૂંડ ઉડતાં હોય છે કે, અકસ્માત સર્જાઈ શકે. તો બીજી તરફ, કોરોના કાળમાં ફફડી રહેલાંને મચ્છરજન્ય રોગોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગયા વર્ષે ગાંડી વેલ દૂર કરવા માટે લાખ્ખો રૂપિયા ખર્ચીને મશીનો ખરીદવામાં આવ્યા હતાં. એ વખતે મહાનગર પાલિકા અને કલેક્ટર તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, નદીમાંથી ગાંડીવેલ ઉખાડીને કેરોસીન – કેમિકલનો છંટકાવ કરી તેને જડમૂળથી દૂર કરી દેવાશે. જોકે, દાવો પોકળ સાબિત કરતી ગાંડીવેલ યથાવત્ સ્થિતિમાં ઉગી નિકળી છે. નદીમાં પાંચેક જગ્યાએ તો મચ્છરોના એટલાં વિશાળ ઝૂંડ ઉટતાં હોય છે કે, સ્થાનિક રહીશોએ ઘરના બારી – બારણાં બંધ રાખવા પડી રહ્યાં છે.
બેડા ચોકડી પાસેથી પસાર થતી નદીમાં ગાંડીવેલની ચાદર પથરાઈ ગઈ છે. મોટા મોટા મચ્છરોના ઝૂંડ ત્યાં ઉડતાં જોવા મળે છે. જેને પગલે સ્થાનિક રહીશો મચ્છરજન્ય રોગના ઉપદ્રવથી ચિતિંત થઈ ઉઠ્યા છે. જોકે, મહાનગર પાલિકા તંત્ર મચ્છર મારવાનું કાર્ય કરવાને પ્રાથમિકતા આપી રહી નથી.
મચ્છરોના ઝૂંડનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. છતાં આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ હોય એવી જાણકારી પ્રાપ્ત થતી નથી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…
ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.
પકડું – કેમ ભાઈ?
ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz