- રાજકોટના યુનિવર્સિટી રોડ પરની રાધેક્રિષ્ણા સોસાયટીનો બનાવ.
- 70 – 80 લાખની કિંમતના મકાનો 18 – 20 લાખમાં ખરીદવા માંગતા ભૂમાફિયા ચારેક વર્ષથી રંજાડી રહ્યા છે.
- સોસાયટીના રહીશોને છૂટ્ટા પત્થર માર્યા, મહિલાઓની છેડતી કરી હોવાનો આક્ષેપ.
[Mehulkumar Vyas – 9978918796]
રાજકોટ । રાજકોટના યુનિવર્સિટી રોડ પરની રાધેક્રિષ્ણા સોસાયટીના 18 જેટલાં મકાનો સાવ નજીવી કિંમતે ખરીદવા માટે ભૂમાફિયાઓ છેલ્લાં ચારેક વર્ષથી સોસાયટીના રહિશોને હેરાન કરી રહ્યાં છે. ગઈકાલે રાત્રે 1 વાગ્યાના અરસામાં 5 જેટલાં ભૂમાફિયાઓ દ્વારા નશાની હાલતમાં સોસાયટીના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, DCP મનોહરસિંહ જાડેજા આરોપીઓને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો હતો.
યુનિવર્સિટી રોડ પર કેન્સર હોસ્પિટલ પાસે આવેલી રાધાક્રિષ્ણા સોસાયટીમાં 70 થી 80 લાખની કિંમતના 18 જેટલાં મકાનો ભૂમાફિયાઓ માત્ર 18 થી 20 લાખમાં ખરીદવા માંગે છે. જેને કારણે છેલ્લાં ચારેક વર્ષોથી તેઓ સોસાયટીના રહીશોને હેરાન પરેશાન કરી રહ્યાં છે.
ગઈકાલે રાત્રે 1 વાગ્યાના અરસામાં પાંચ જેટલાં ભૂમાફિયાઓ નશો કરીને સોસાયટીમાં ઘુસી આવ્યા હતાં. સોસાયટીના વાહનોને નુકસાન પહોંચાડી તંગદીલી સર્જી હતી. એક તબક્કે તો ભાગતાં રહીશો પર ભૂમાફિયાઓએ છુટ્ટા પત્થર ફેંક્યા હતા. સમગ્ર બનાવમાં મહિલા સહિત ચારેક જણને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.
બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા અવિનેશ ધુલેશિયાના પુત્ર બ્રિજેશે સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે, મારા પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે. છેલ્લાં ચાર વર્ષોથી ભૂમાફિયાઓ મકાન ખાલી કરાવવા માટે ધાક ધમકી આપી રહ્યા છે. અમે પોલીસને રજૂઆત કરી છે, ફરિયાદ પણ કરી છે જોકે, ભૂમાફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. ડીસીપી મનોહરસિંહ જાડેજા આરોપીઓને છાવરી રહ્યાં છે.
બીજી તરફ, ડીસીપીએ મિડીયાને જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષથી સોસાયટી ખાતેથી પોલીસ બંદોબસ્ત હટાવાયો છે. આજે ફરી બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાશે.
(આજનો Funrang જોક)
ટાઈગરની આળસવૃત્તિને કારણે પકડું ખુબ અકળાયેલો છે.
પકડું – ટાઈગર, તું એક કામ કર સેનામાં ભરતી થઈ જા…
ટાઈગર – અરે ના ભાઈ, મને તો એ પણ નથી ખબર કે બંદુકનું નાળચું કઈ બાજુ રાખીને ફોડવામાં આવે છે.
પકડું – એનો કશો વાંધો નથી, બંદુકનું નાળચું ગમે તે બાજુ રાખીને ફાયર કરજે… દેશનું ભલું તો કરીશ જ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz