- રાજકોટની ગોંડલ ચોકડી પાસેના એ.સી.ના શૉ-રૂમ તેમજ ઓટોમોબાઈલની દુકાનમાં ચોરી.
- પીપીઈ કીટ પહેરીને ત્રાટકેલો એક તસ્કર સીસીટીવીમાં કેદ.
[Mehulkumar Vyas – 9978918796]
રાજકોટ । શહેરના ગોંડલ ચોકડી વિસ્તારમાં ગઈકાલે મધરાતે સાડા ત્રણ વાગ્યાના અરસામાં પીપીઈ કીટ પહેરીને ત્રાટકેલા તસ્કરે 2.32 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. પીપીઈ કીટનો ચોરી માટે ઉપયોગ કરવાનો આ કદાચ પહેલો બનાવ છે.
કોરોના સંક્રમણ ના લાગે તે માટે તબીબો સહિતના સ્ટાફ પીપીઈ કીટ પહેરતાં હોય છે. પરંતુ, રાજકોટના એક તસ્કરે પીપીઈ કીટનો ચોરી કરવામાં ઉપયોગ કર્યો હતો. જાણે એ તસ્કર કોરોનાથી ડરતો હોય… પણ, હકીકતમાં તો સીસીટીવી કેમેરાથી પોતાની ઓળખને સંતાડવા માટે તસ્કરે પીપીઈ કીટનો ઉપયોગ કર્યો હતો.
તા. 8 ફેબ્રુઆરીની મધરાતે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગોંડલ ચોકડી પાસે આવેલી ઓટૉ મોબાઈલની દુકાનમાં તેમજ એ.સી.ના શૉ-રૂમમાં ત્રાટકેલા તસ્કરે કુલ 2.32 લાખની ચોરી કરી હતી. માલધારી હોટલ પાસે આવેલી પાર્થ એન્ટરપ્રાઈઝ નામના એ.સી.નાં શૉ-રૂમના ધાબા પર આવેલા દરવાજામાં કાણું પાડ્યા બાદ નકુચો ખોલીને તસ્કર અંદર ઘુસ્યો હતો.
શૉ-રૂમની ઓફિસના ટેબલના ખાનાનું લોક તોડી રોકડ 1,93,500 રોકડની ચોરી કરી હતી. તેમજ પાસે આવેલા સંજય ઓટૉ મોબાઈલની શોપમાં રોકડા 39 હજાર ચોરી કરી ગયો હતો. બનાવ અંગે શૉ-રૂમના માલિક મીતુલ વઘાસીયા તેમજ સંજય ઓટૉ મોબાઈલના માલિક પિયુષ પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે ચોર જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – પકડું, આજે એક છોકરીએ બસમાં મારી સાથે વાત કરી…
પકડું – અરે વાહ… શું વાત કરી?
ટાઈગર – ઉભા થાવ, આ લેડિઝ સીટ છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz