• રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર સોમવારે મધ રાત્રે બનેલી ઘટના.
  • સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
  • કાર ધડાકાભેર રેલિંગ સાથે ભટકાતાં ફૂટપાથ પર સુતેલાં શ્રમજીવીઓ જાગી ગયા.
  • ભૂક્કો બોલી ગયેલા બોનેટવાળી કાર રઝળતી મૂકી કારમાં સવાર શખ્સો નાસી ગયા.

[Funrang Founder / Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

રાજકોટ રાજ્યમાં “દારૂબંધી” છે પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો “દારૂ બધી”ની (બધી દારૂ મળી રહે તેવી) સ્થિતિ છે. રાજ્યમાં બ માથે મુકાતા અનુસ્વારની કોઈ ગણતરી જ કરવામાં આવતી ના હોય તેવી સ્થિતિ છે. જેને પગલે છાશવારે ગમખ્વાર ઘટનાઓ બનતી હોય છે. એવી જ એક દુર્ઘટના રાજકોટ ખાતે સોમવારે મધરાતે મદ્યપાન કરીને ભાન ભુલેલા કાર સવારને કારણે બનનવા પામી હતી. બનાવમાં કોઈને જાનહાની થઈ નથી, જોકે રેલિંગ તૂટી ગઈ અને કારનો ખુરદો બોલાઈ ગયો હતો.

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર સોમવારે મધરાતે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, માધાપર ચોકડી તરફથી એક કાર ફૂલ સ્પિડમાં આવે છે. કાર જે રીતે ચાલી રહી છે એ જોતાં ચાલક નશામાં ધુત્ત હોય તેવું સ્પષ્ટ જણાય છે. અચાનક કાર BRTSની રેલિંગ સાથે ધડાકાભેર અથડાય છે અને પછી ગોળ ગોળ ચકરડી ફરીને થોડે આગળ જઈને ઉભી રહી જાય છે. કાર રેલિંગ સાથે અથડાતા થયેલા અવાજના કારણે ફૂટપાથ પર સૂતેલાં શ્રમજીવીઓ જાગી જાય છે.

બનાવ અંગે જાણ થતાં દોડી આવેલા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફને ઘટનાસ્થળેથી ખુરદો બોલી ગયેલી કાર જ મળી હતી. કારમાં સવાર લોકો નાસી ગયા હોવાથી કારના નંબરના આધારે પોલીસે માલિક અને કાર ચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(આજનો Funrang જોક)

(ચમનનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો. હોસ્પિટલના બીછાને પડેલાં ચમનને જોવા અમન ગયો.)

અમન – હવે તો બહુ સારો થઈ ગયો… લાગે છે…

ચમન – હા નસીબથી બચ્યો… અને સાજો પણ થઈ ગ્યો… છતાં બીક લાગે છે…

અમન – હવે શેની બીક લાગે છે?

ચમન – જે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો એની પાછળ લખ્યું હતું – જીવતા રહિશું તો ફીર મળીશું.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *