- કચ્છથી આવી રહેલી ટ્રકમાં 29 પશુઓ ખીચોખીચ ભરવામાં આવ્યા હતાં.
- મોરબી ખાતે ગૌરક્ષકોની ટીમે વૉચ ગોઠવી હતી.
- મોરબીથી ટંકારા થઈ ધ્રોલ જવાના રસ્તે ગૌરક્ષકોએ ટ્રકનો પીછો કર્યો.
- ટ્રક પલટી જવાના બનાવમાં 22 પશુઓનો બચાવ.
રાજકોટ. કચ્છથી ટ્રકમાં ખીચોખીચ પશુઓ ભરીને આવી રહેલી ટ્રકનો ગૌરક્ષકોએ મોરબીથી પીછો કર્યો હતો. ગૌરક્ષકોથી બચવા માટે પૂરઝડપે હંકારાયેલી ટ્રક ટંકારા પાસે પલટી જતાં 7 મુંગા જીવોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 22 પશુઓનો બચાવ થયો હતો.
ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે, કચ્છથી આવી રહેલી ટ્રકમાં ખીચોખીચ પશુઓ ભરવામાં આવ્યા છે. બાતમીને આધારે ગૌરક્ષકોની ટીમે સોમવારે સવારે મોરબી ખાતે વૉચ ગોઠવી હતી. દરમિયાનમાં ટ્રક આવી ચડી હતી. ગૌરક્ષકોએ ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલકે ટ્રક હંકારી મૂકી હતી.
જેથી ગૌરક્ષકોની ટીમે ટ્રકનો પીછો કર્યો હતો. ગૌરક્ષકોથી પીછો છોડાવવા માટે ચાલકે ટ્રક બેફામ હંકારી હતી. દરમિયાનમાં ટંકારા – ધ્રોલ માર્ગ પર ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી ગયા બાદ ટ્રક માલિક અને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.
ગૌરક્ષકોએ ટ્રક ચેક કરતાં તેમાં 29 પાડા ભરવામાં આવ્યા હતાં. જે પૈકી 7 પાડાના મોત નિપજ્યા હતાં. ગૌરક્ષકોએ પશુઓ અને ટ્રક સહિતનો મુદ્દામાલ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg