- કારખાનાના પાર્કિંગમાં હીરાનું પેકેટ મળતાં ભાંડો ફૂટ્યો.
- 11 વર્ષથી નોકરી કરતાં મીશાલ પટેલે જ કર્યો વિશ્વાસઘાત.
- સવા મહિનામાં રૂ. બે લાખની કિંમતના હીરા ચોર્યા હોવાની કબૂલાત.
Mehulkumar Vyas. [9978918796]
સુરત । કતારગામ આશ્રમ બંબાવાડી ખાતે આવેલા હીરાના કારખાનામાં છેલ્લાં 11 વર્ષથી નોકરી કરતાં રત્નકલાકાર છેલ્લા સવા મહિનાથી હીરા ચોરતો હતો. જોકે, આ અંગે કોઈને આશંકા ગઈ નહોતી, પરંતુ એક અઠવાડિયા અગાઉ કારખાનાના પાર્કિંગમાં હીરાનું પેકેડ મળી આવતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
કતારગામ આશ્રમ બંબાવાડીના પ્રિન્સ બિલ્ડિંગમાં પંકજભાઈ છગનભાઈ માંગુકીયાનું હીરા ઘસવાનું કારખાનું આવેલું છે. કારખાનાના મેનેજર મુકેશ કાકડીયાને ગત તા. 4 જાન્યુઆરીના રોજ પાર્કિંગમાંથી .02 કેરેટનું હીરાનું પેકેટ મળી આવ્યું હતું.
હીરાનું પેકેટ કારખાનાના પાર્કિંગમાં કેવી રીતે પહોંચ્યું? તે જાણવા માટે મેનેજરે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં જોવા મળ્યું કે 3 જાન્યુઆરીની રાત્રે નાઈટ શિફ્ટમાં હીરા ઘસવા આવેલાં મિશાલ સતીષભાઈ પટેલના ખિસ્સામાંથી હીરાનું પેકેટ પાર્કિંગમાં પડ્યું હતું.
સુરતના નાનપુરા, ભીમકચ્છી શેરીનો રહેવાસી મિશાલ પટેલ છેલ્લાં 11 વર્ષોથી કારખાનામાં હીરા ઘસવાની નોકરી કરતો હતો. તેથી તેના પર કોઈને શંકા ગઈ નહોતી. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી હીરામાં ઘટ આવતી હોવાને કારણે ચોરી થતી હોવાની મેનેજરને મજબૂત શંકા હતી જ.
સીસીટીવીના ફૂટેજમાં જોવા મળેલી બાબતો અંગે કારખાનાના અન્ય એક મેનેજર મહેશભાઈ વાઘાણીએ મિશાલની પુછપરછ હાથ ધરી હતી. જેમાં મિશાલે કબૂલાત કરી હતી કે, છેલ્લાં સવા મહિનામાં તે રોજ એક હીરો ચોરીને જાય છે. સવા મહિનામાં રૂ. 2 લાખની કિંમતના હીરાની ચોરી કરનાર મિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતાં, પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
(FunRang Joke)
ટાઈગરે પુછ્યું શું કરે છે?
મોબાઈલમાં વ્યસ્ત પકડુંએ કહ્યું કે, ચેટિંગ.
ટાઈગરઃ ચેટિંગ એટલે શું?
પકડુઃ સામ સામે ના હોવા છતાં એકબીજાનું ભેજું ચાટવાની કળા એટલે ચેટિંગ.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz