- વિક્રમ સંવત 802ને મહાવદ સાતમના રોજ રાજા વનરાજસિંહ ચાવડાએ પાટણની સ્થાપના કરી હતી.
- 196 વર્ષ ચાવડા વંશે રાજ કર્યા બાદ પાટણની ગાદી મુળરાજસિંહ સોલંકીએ હસ્તક કરી હતી.
- સોલંકી કાળમાં પાટણમાં અનેક ઐતિહાસિક સ્થળો અને ઈમારતોનું નિર્ણાય કરાયું હતું જે આજે પણ યથાવત્ છે.
- સિદ્ધરાજ સોલંકી સંગીતકલા અને વિદ્યાના આશ્રય દાતા તરીકે જાણીતા થયા હતાં.
[Mehulkumar Vyas – 9978918796]
પાટણ । ઐતિહાસિક નગરી અને લગભગ સાડા સાતસો વર્ષ સુધી રાજ્યનું પાટનગર રહેનાર પાટણનો આજે 1276મો જન્મ દિવસ છે. વિક્રમ સંવત 802ની મહાવદ સાતમના રોજ પાટણની સ્થાપના રાજા વનરાજસિંહ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આશરે 196 વર્ષ રાજ કરનાર ચાવડા વંશ પાસેથી મુળરાજસિંહ સોલંકીએ પાટણની ગાદી હસ્તક કરી હતી. અને સોલંકી વંશની સ્થાપના કરી હતી. સોલંકી વંશના ભીમદેવ અને સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓ ખૂબ જ પ્રખ્યાત થયા હતાં. સોલંકી વંશના રાજ દરમિયાન લગભગ સાડા સાતસો વર્ષ સુધી પાટણ રાજ્યનું પાટનગર રહ્યું હતું.
આજની પેઢી માટે પાટણની ઓળખાણ મુખ્યત્વે પટોળાના કારણે થતી હોય છે. 900 વર્ષ જૂની પાટણની પટોળા કળાનો વિકાસ સાલવી પરિવારોએ પોતાની આગવી સૂઝથી કર્યો હતો. પહેલાના સમયમાં ડિઝાઈનવાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ હતી નહીં. ત્યારે શરૂ થયેલી બાંધણીને કલર કરવાની કળાને કારણે પાટણની વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી થઈ છે. રાજા કુમારપાળે 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણમાં વસાવી પટોળા બનાવવાનો પ્રારંભ કર્યો હતો.
વિક્રમ સંવત 1094 થી 1194 દરમિયાન ભારતભરમાં પાટણ સંસ્કારી નગરી તરીકે ઓળખાતું હતું. 18 માઈલનો ઘેરાવો ધરાવતાં પાટણ રાજ સાથે સિદ્ધરાજ સોલંકીએ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને માળવાને જોડ્યા હતાં. ઉત્તરમાં અજમેર સુધી અને દક્ષિણમાં કોલાપુર જ્યારે પૂર્વમાં બુંદેલખંડ સુધી પાટણનો દબદબો હતો.
સિદ્ધરાજના દાદા રાજા ભીમદેવની યાદમાં રા’ખેંગારની પુત્રી ઉદયમતીએ મંત્રી દામોદર અને રાજપુરોહીત સોમની સલાહ અનુસાર દુર્લભ સરોવર અને નજીકમાં વાવ બનાવડાવી હતી. આજે રાણકી વાવ તરીકે ઓળખાતી આ વાવના શિલ્પ સ્થાપત્ય સાથે બીજા કોઈની તુલના થઈ ના શકે. વર્લ્ડ હેરીટેજ સાઈટમાં રાણકી વાવનો સમાવેશ કરાયો છે. રાણકી વાવ ઉપરાંત સ્ત્રલીંગ તળાવ, શહેરની ચારેય તરફ પ્રાચીન દીવાલ, કોટ, બાર દરવાજા અને અનેક ઐતિહાસિક પુરાવાઓ ધરાવતાં પાટણને ઐતિહાસિક નગરી કહેવામાં આવે છે.
સંગીતકલા અને વિદ્યાના આશ્રય દાતા તરીકે જાણીતા સિદ્ધરાજ સોલંકીએ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલય ફરી બંધાવ્યો હતો. તેમજ પાટણમાં અતિભવ્ય સ્ત્રલીંગ તળાવ બનાવડાવ્યું હતું. સિદ્ધરાજ સોલંકીએ જે મંદિરો બનાવ્ય હતાં તેમાં કાલીકા માતાનું મંદિર અત્યંત પ્રાચીન છે. જે આજે પણ અડીખમ ઉભું છે. તેની બાજુમાં મહાલક્ષ્મી ભદ્રકાળી માતા અને રાજસ્થાનના ભીનમાલ બિરાજીત ખીમજ માતા ક્ષેમંકરી માતા બિરાજીત છે.
સરસ્વતી પુરાણમાં પાટણનો પરિચય આપતાં કહેવાયું છે કે, સિદ્ધરાજ સમાન કી રાજા નથી, અને સહસ્ત્રલિંગ સમાન મહાતીર્થ નથી. સિદ્ધરાજ સોલંકી જેવો કોઈ રાજા થયો નથી અને થવાનો નથી. સિદ્ધરાજે સહસ્ત્ર બાણલિંગને એક સાથે સહસ્ત્રલિંગ તળાવમાં સ્થાપિત કરાવ્યા હતાં. હકીકતમાં સહસ્ત્રલિંગ સરોવર સિદ્ધરાજ માળવા પર ચડાઈ કરે તે પહેલાં બનાવવાની શરૂઆત થઈ હતી અને અવંતિકા વિજય બાદ તેનું કાર્ય સંપન્ન થયું હતું. સરોવરનું મૂળ નામ દુર્લભસર હોવાનો ઉલ્લેખ મળે છે. બાણાસુરે નર્મદા નદીના અમર કંટક ખાતે પધરાવેલા 1008 બાણ લિંગને આ સરોવરના કાંઠે શિવ મંદિર બનાવીને સ્થાપિત કરવામાં આવ્યા હતાં. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા મળી રહે તે માટે રાજા ભોજનો સાહિત્ય ખજાનો સિદ્ધરાજ પાટણ લઈ આવ્યા હતાં.





(આજનો Funrang જોક)
પકડું – યાર ટાઈગર તું ફેસબુક પર વિદેશની છોકરીઓ સાથે ચેટિંગ શું કામ કરે છે?
ટાઈગર – દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો સારા થાય એ માટે…
પકડું – પણ, તારું અંગ્રેજી તો સારું છે નહીં…
ટાઈગર – ગુગલ ગુજરાતીનું અંગ્રેજી કરી આપે છે એટલે એનો આભાર…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz