- તક્ષશીલાવાળી ઘટનાની દુઃખદ યાદો લોકોની નજર સમક્ષ તરી આવી.
- પરીક્ષાની તૈયારી માટે વાંચી રહેલા વિદ્યાર્થીઓ ધુમાડાથી ગભરાઈ ઉઠ્યા હતાં.
[Mehulkumar Vyas – 9978918796]
સુરત । ડભોલી સ્થિત એમ સ્ક્વેર બિલ્ડીંગના બીજા માળે આજે આગ ફાટી નિકળી હતી. બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરી રહેલાં 20 બાળકો સહિતના 30 લોકોને ફાયર બ્રિગેડ દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, આગના બનાવને પગલે તક્ષશીલાવાળી ઘટનાની દુઃખદ યાદો લોકોની નજર સમક્ષ તરી આવી હતી.
ડભોલી ખાતે આવેલી એમ સ્ક્વેર બિલ્ડીંગના બીજા માળે આવેલા એક ફ્લેટમાં આજે અચાનક આગ ફાટી નિકળી હતી. બનાવને પગલે ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉપર જતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસમાં 20 જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતાં. આગના બનાવને પગલે તેઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. બાળકોએ બૂમરાણ મચાવી દીધી હતી. બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં.
ફાયર બ્રિગેડના લાશ્કરોએ હાઈડ્રોલિક સીડી દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તેમજ આગ પર પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યા હતાં. એમ સ્ક્વેર બિલ્ડિંગમાં લાગેલી આગના ધુમાડા દુર દુર સુધી જોવા મળ્યા હતાં. જેને પગલે લોકોના ટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. બનાવને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.
એક તબક્કે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાતો વહેતી થતાં તંત્ર ચિંતાતુર થઈ ગયું હતું. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગના ધુમાડાને કાબુમાં લેવા માટે દિવાલમાં બાકોરું પાડી દેવામાં આવ્યું હતું.
બીજી તરફ, બનાવ અંગે જાણ થતાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. હાલના તબક્કે આગ કયા કારણોસર લાગી તે સહિતની વિગતો પ્રાપ્ત થતી નથી.
(આજનો Funrang જોક)
પકડું – યાર ટાઈગર તું ફેસબુક પર વિદેશની છોકરીઓ સાથે ચેટિંગ શું કામ કરે છે?
ટાઈગર – દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો સારા થાય એ માટે…
પકડું – પણ, તારું અંગ્રેજી તો સારું છે નહીં…
ટાઈગર – ગુગલ ગુજરાતીનું અંગ્રેજી કરી આપે છે એટલે એનો આભાર…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz