• પરિવારે 7 વખત ફેનિલ સાથે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતાં.
  • ફેનિલને સમજાવવાને બદલે પોલીસ ફરિયાદ કરાઈ હોત તો કદાચ આજે ગ્રીષ્મા જીવતી હોત.

[Mehulkumar Vyas – 9978918796]

સુરત રાજ્યભરમાં ભારે ચકચાર મચાનવાર ગ્રીષ્મા હત્યા કેસમાં એવી વિગતો સામે આવી છે કે, એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે પરિવારજનોએ 7 વખત સમાધાનના પ્રયત્નો કર્યા હતાં. સમાજમાં બદનામીના ડરે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું ના હોત તો કદાચ આજે ગ્રીષ્મા જીવતી હોત.

કામરેજના પાસોદગા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ 20 વર્ષિય ફેનિલ ગોયાણીએ 21 વર્ષિય ગ્રીષ્મા વેકરીયાનું જાહેરમાં ગળું રહેંસી નાંખ્યું હતું. ગ્રીષ્માના ભાઈ અને કાકા પર પણ હુમલો કર્યો હતો. ગ્રીષ્માનાં ગળા પર ચાકુ ફેરવ્યા બાદ ફેનિલે કોઈને તેની નજીક પણ ફરકવા દીધા નહોતા. સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ફેનિલને કારણે ગ્રીષ્મા પરેશાન હતી એ અંગેની વિગતો પરિવારજનો જાણતાં હતાં. ફેનિલના ત્રાસમાંથી ગ્રીષ્માને મુક્ત કરાવવા માટે પરિવારજનો પોતાની રીતે પ્રયાસો કરતાં હતાં. સાત વખત ફેનિલ સાથે સમાધાન કરવાના પ્રયાસો કરાયા પરંતુ તે નિષ્ફળ નિવડ્યા હતાં.

પરિવારજનો સમાજમાં બદનામી થાય એવા ડરથી ફેનિલ સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતાં હતાં. જોકે, ચકચારી હત્યા કેસ સર્જાય બાદ ગ્રીષ્માના પરીવારજનો ફેનીલને ફાંસી આપવાની માગણી કરી રહ્યા છે. ગ્રીષ્માની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કરનાર ફેનિલ ગોયાણી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, દીકરીને ત્રાસ આપતાં તત્વો સામે પરિવારની કે દીકરીની સમાજમાં આબરૂ જશે એવી બીક રાખવાને બદલે પોલીસ ફરિયાદ કરીને જોઈએ. એવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – ભાઈ સાચો દોસ્ત કોને કહેવાય?

પકડું – સાચો દોસ્ત, એ હોય જે મદદ કરતાં પહેલાં પેટ ભરીને ગાળો આપે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *