• સુરતના 27 વર્ષિય રત્ન કલાકાર મેહુલ દેવગણિયાએ ઝેરી દવા ગટગટાવી.
  • જહાંગીરપુરા કનાદ ફાટક પાસે નહેર પર મિત્રની નજર ચુકવી ઝેરી દવા પી લીધી.

[Mehulkumar Vyas – 9978918796]

સુરત લગ્નની પહેલી એનિવર્સરીના ચોથા જ દિવસે 27 વર્ષિય યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બેન્ક લોનના હપ્તા ભરી શકતો ના હોવાને કારણે યુવક માનસિક તાણ અનુભવી રહ્યો હોવાથી તેણે આવું આકરું પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે. જહાંગીરપુરા પોલીસ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

કતાર ગામની નિલકંઠ સોસાયટીમાં માતા – પિતા, નાના ભાઈ અને પત્ની રહેતો 27 વર્ષિય મેહુલ દેવગણિયા રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. સૌરાષ્ટ્રના મહુવાના વતની મેહુલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતાં. મેહુલ પરિવારનો મહત્વનો આર્થિક સહારો હતો.

મેહુલે પરિવારજનોની જાણ બહાર બેન્કમાંથી લોન લીધી હતી. જોકે, લોનના ભરવામાં અસમર્થ રહેતાં છેલ્લાં દસેક દિવસથી બેન્કવાળા લોનની ઉઘરાણી કરતાં હતાં. જોકે, લોન અંગે મેહુલે પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ વાત કરી નહોતી.

દરમિયાનમાં ગઈકાલે મેહુલ તેના એક મિત્ર સાથે જગાંગીરપુરા કનાદ ફાટક પાસેની નહેર પર ફરવા ગયો હતો. ત્યાં મિત્રની નજર ચુકવીને તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ તેને ઉલ્ટી થતાં આવેલી દુર્ગંધને પગલે મિત્રએ દબાણ પુર્વક પુછતાં, મેહુલે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું કબૂલાત કરી હતી. જેને પગલે મિત્ર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો અને ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મેહુલનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(આજનો Funrang જોક)

પકડું – તને કેવી પત્ની જોઈએ?

ટાઈગર – ચંદ્ર જેવી…

પકડું – રૂપાળી…

ટાઈગર – ના, સાંજ પછી જ દેખાય… આખો દિવસ જોવા જ ના મળે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *