• ગોવા હનિમૂન મનાવી ફ્લાઈટમાં સુરત આવેલું યુગલ બસમાં ભાવનગર જઇ રહ્યું હતું.
  • રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં હીરાબાગ પાસે લાગેલી આગમાં પતિ બચી ગયો, પત્નીનું કરુણ મોત.

Mehulkumar Vyas. [9978918796]

સુરત | ગઈકાલે રાત્રે સુરતના હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગમાં પત્નીનું કરુણ મોત નિપજતાં ભાવનગરના યુગલનો સંસાર વિખાઈ ગયો હતો.

ભાવનગરના રતાલ કેમ્પસ ખાતે રહેતાં વિશાલ નવલાની અને તાનિયાના તાજેતરમાં જ લગ્ન થયા હોઈ, આ નવયુગલ હનિમૂન માટે ગોવા ગયું હતું. તેમણે સુરતથી ગોવા આવવા જવાની ફ્લાઈટનું બુકિંગ કરાવ્યું હતું. ગોવા ખાતે હનિમૂન મનાવ્યા બાદ ગઈકાલે તેઓ ફ્લાઈટમાં સુરત આવી પહોંચ્યા હતાં. અને સુરતથી ભાવનગર જવા માટે તેમણે રાજધાની ટ્રાવેલ્સની બસમાં બુકિંગ કરાવ્યું હતું.

ગઈકાલે રાત્રે તેઓ લક્ઝરી બસમાં બેસીને ભાવનગર જવા રવાના થયા હતાં. દરમિયાનમાં રાત્રે 9.35 વાગ્યાના અરસામાં હીરાબાગ સર્કલ પાસે પહોંચેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસ ઝટકા મારીને બંધ થયા બાદ એસી કોમ્પ્રેસર ધડાકાભેર ફાટતાં આગ ફાટી નિકળી હતી. બસમાં આગ લાગતાં જ આગળ બેઠેલાં મુસાફરો ઝડપથી નીચે ઉતરી ગયા હતાં. જોકે, પલકવારમાં ભિષણ સ્વરૂપ ધારણ કરનાર આગમાંથી જમણી બાજુની ડબલ સીટ પર બેઠેલો વિશાલ નવલાની બારીમાંથી બહાર નિકળી શક્યો હતો. પરંતુ, ફસાઈ જવાને કારણે તાનિયા જીવતી સળગી ગઈ હતી. આ બનાવના હ્રદય હચમચાવી નાંખે તેવા દ્રશ્યો સોશિયલ મિડીયામાં વાઈરલ થયાં છે. ઇજાગ્રસ્ત વિશાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગ કયા કારણસર લાગી તેની તપાસ હાથ ધરી છે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *