• સુરતના સચિન તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા.
  • આજે સવારથી શોધખોળ શરૂ કરતાં બે મૃતદેહ મળી આવ્યા.  

[Mehulkumar Vyas – 9978918796]

સુરત સચિન વિસ્તારની ઉનની સિદિકનગર અને સાઁઈનગર વસાહતમાં રહેતાં ત્રણ બાળકો ગઈકાલે ગૂમ થઈ ગયા હતાં. બાળકોની શોધખોળ દરમિયાન મોડી રાતે સચિન તળાવ પાસેથી તેઓના કપડાં મળી આવ્યા હતાં. જેને પગલે આજે સવારે ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં શોધખોળ કરતાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતાં.

ગઈકાલે 12 થી 14 વર્ષની ઉંમરના ત્રણ બાળકો ગૂમ થઈ ગયા હોવાથી પરિવારજનો સહિતના લોકોએ તેઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં રાત્રીના સમયે બાળકોના કપડાં સચિન જીઆઈડીસી ખાતે આવેલા તળાવના કિનારે મળી આવ્યા હતા.

ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. રાત્રીના અંધારામાં તળાવમાં શોધખોળ કરવામાં સફળતા નહીં મળતાં આજે સવારથી તળાવના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અને બાળકો ગૂમ થયાના લગભગ 10 કલાક બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતાં. આ લખાય છે ત્યારે હજી એક બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે.

બાળકોના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. બનાવને પગલે તળાવ કિનારે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં.

(આજનો Funrang જોક)

પકડું – યાર ટાઈગર તું ફેસબુક પર વિદેશની છોકરીઓ સાથે ચેટિંગ શું કામ કરે છે?

ટાઈગર – દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો સારા થાય એ માટે…

પકડું – પણ, તારું અંગ્રેજી તો સારું છે નહીં…

ટાઈગર – ગુગલ ગુજરાતીનું અંગ્રેજી કરી આપે છે એટલે એનો આભાર…

Funrang classified

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *