- સુરતના વરાછાની શાળામાં હિજાબ પહેરી આવેલી વિદ્યાર્થિનીઓ સામે વિહિપનો વિરોધ.
- વિશ્વ હિન્દુ પરિષદના આઠ જેટલાં કાર્યકર્તાઓને ડિટેઈન કરતી પોલીસ.
[Mehulkumar Vyas – 9978918796]
સુરત । દેશભરમાં ભારે ચકચાર મચાવી રહેલાં કર્ણાટકના હિજાબ વિવાદે ગુજરાતમાં પણ એન્ટ્રી લીધી છે. સુરતના વરાછાની એક શાળામાં પ્રખરતા શોધ કસોટી આપવા આવેલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બનાવને પગલે દોડી આવેલી પોલીસે વિહિપના આઠ જેટલાં કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા હતાં.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી સ્કૂલ ખાતે પ્રખરતા શોધ કસોટી આપવા માટે કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ અને હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ શાળાની બહાર એકઠાં થઈ ગયા હતાં. કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરતાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં. જેને પગલે વાતાવરણ તંગ થઈ ગયું હતું.
શાળા – કોલેજોમાં કોઈપણ ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ મુકવો જોઈએ એવી માગ સાથે વિહિપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતાં. દરમિયાનમાં દોડી આવેલી પોલીસે આઠેક કાર્યકર્તાઓને ડિટેઇન કરી મામલો થાળે પાડ્યો હતો.
વિહિપ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાતને શાહીન બાગ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ધાર્મિક લાગણી દુભાય એવાં કૃત્ય કરવામાં આવી રહ્યા છે. શાળામાં ભણવા માટે આવતાં વિદ્યાર્થીઓ ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે? આ સાંખી લેવામાં આવશે નહીં. રાજ્યભરમાં વિરોધ કરાશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, વીસ વર્ષનો હતો ત્યારે મને એવાં વિચાર આવતાં કે હું કેવી રીતે દુનિયા બચાવી લઉં..
પકડું – હવે તો તું ચાલીસનો થયો…
ટાઈગર – હવે મને લાગે છે કે મહિને જે કમાઉં છું એમાંથી હું કેવી રીતે બચાવી લઉં…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz