- સુરતના પાલ આરટીઓ નજીક મંગળવારે રાત્રે બનેલી ઘટના.
- બાઈકને ટક્કર મારી ભાગી ગયેલાં કારચાલકને શોધવા હવાતિયાં મારતી પોલીસ.
- ખાનગી બેન્કમાં જોબ કરતો ભાવેશ જરીવાલા પિતરાઈભાઈ સાથે ફરવા નિકળ્યો હતો.
- કારે અડફેટે લીધા બાદ બાઈક પંદરેક ફૂટ સુધી ઘસડાઈ હતી.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સુરત । મંગળવારે રાત્રીના સમયે પાલ આરટીઓ પાસે અન્નપૂર્ણા મંદિર પાસેના વળાંક પર બેફામ દોડતી કારે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક કાર સાથે આશરે 15 ફૂટ સુધી ઘસડાઈ હતી. અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટ્યો હતો. બીજી તરફ, હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયેલા 28 વર્ષિય યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતરાઈભાઈને ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવને 60 કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં સુરત પોલીસ હિટ એન્ડ રન કેસના આરોપી કાર ચાલકને શોધવા હવાતિયાં મારી રહી છે.
સુરત પાલિકાના ઉધના ઝોનમાં અધિકારી પ્રમોદભાઈ જરીવાલા પાલ અડાજણ શારદા રૉ-હાઉસ ખાતે પરિવાર સાથે રહે છે. પ્રમોદભાઈનો એકનો એક 28 વર્ષિય પુત્ર ભાવેશ જરીવાલા ખાનગી બેન્કમાં નોકરી કરતો હતો. તાજેતરમાં કિમ રહેતો પિતરાઈભાઈ અક્ષય ભાવેશના ઘરે આવ્યો હતો.
મંગળવારે રાતના સમયે ભાવેશ પિતરાઈભાઈ અક્ષય સાથે બાઈક પર ફરવા નિકળ્યો હતો. અક્ષય બાઈક ચલાવી રહ્યો હતો અને ભાવેશ પાછળ બેઠો હતો. અન્નપૂર્ણા મંદિર પાસેના વળાંક પર એક પૂરઝડપે આવી ચડેલી કારે બાઈકને ટક્કર મારી હતી. જેમાં ભાવેશ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. જ્યારે કારની સાથે બાઈક 15 ફૂટ જેટલી ઘસડાઈ હતી. અકસ્માતમાં ભાવેશને માથામાં જીવલેણ ઇજા પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અક્ષયને ઇજા પહોંચી હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
એકનો એક પુત્ર ગુમાવનાર પ્રમોદભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે, યુવાન પુત્રના ભવિષ્ય અંગે જોયેલા તમામ સપનાં ચકનાચૂર થઈ ગયા છે. હજી મન માનવા તૈયાર નથી કે ભાવેશ દુનિયા છોડી ગયો છે. દિકરો તો અમે ગુમાવ્યો છે, કારચાલકનું ક્યાં કોઈ નુકસાન થયું છે? અમે તેને સજા અપાવીશું. જરૂર પડશે તો કોર્ટ સુધી પહોંચીશું.
તેમણે રોષભેર જણાવ્યું હતું કે, ઘટનાને 60 કલાક જેટલો સમય વિતી ગયો છે. સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપ્યા છે પરંતુ, હજી પોલીસ કારચાલકને પકડી શક્યા નથી અથવા તો પકડવા માંગતા નથી. પોલીસ માત્ર તપાસ ચાલી રહી છે એમ જ કહે છે. પોલીસ કારચાલકને કડકમાં કડક સજા અપાવે એ જ અમારા માટે ન્યાય છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર, પતિ – પત્ની એકબીજાને સાત જન્મો સુધી સાથ નિભાવવાનું વચન કેમ આપતાં હોય છે?
અમન – ભઈ, સાત જન્મે તો કોઈ માણસ થાકે કે નહીં… કેટલું ખેંચે?
(આજના ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ એક જ વિડીયોમાં)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz