- કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલની પાસે જરીવાલા કમ્પાઉન્ડમાં બનેલો બનાવ.
- કોર્પોરેશનની પરવાનગી વિના જ જોખમી રીતે રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- દિવાલના કાટમાળમાં વાહનો પણ દબાઈ ગયાં.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સુરત । કતારગામ વિસ્તારની કિરણ હોસ્પિટલ પાસે જરીવાલા કમ્પાઉન્ડમાં આવેલી જૂની ઇમારતનું કોર્પોરેશનની પરવાનગી વિના રિનોવેશન શરૂ કરાયું હતું. સુરક્ષાનું ધ્યાન રાખ્યા વિના જોખમી રીતે ઇમારતને ઉતારવામાં આવી રહી હતી. ત્યારે આજરોજ દિવાલ તૂટી પડવાને કારણે ચારેક જેટલાં લોકો કાટમાળ તળે દબાઈ ગયા હતાં. બનાવને પગલે દોડી આવેલા ફાયર બ્રિગ્રેડના લાશ્કરોએ દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. જે પૈકી બે જણને ગંભીર ઈજા પહોચતા તેઓનું મોત નિપજ્યું હતું.
જરીવાલા કમ્પાઉન્ડમાં આવેલાં એમ્બ્રોઈડરીના કારખાનામાં આશરે 70 જેટલાં કારીગરો કામ કરી રહ્યા હતાં. દરમિયાનમાં આગળ આવેલી જૂની ઇમારતનું રિનોવેશન કરવાનું હોવાથી, આજરોજ જૂની ઈમારતને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે દિવાલ ધસી પડી હતી. દિવાલ ધસી પડતાં સ્લેબનો ભાગ પણ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેને પગલે દિવાલ પાસે પાર્ક કરાયેલા કેટલાંક વાહનોનો પણ ખુરદો નિકળી ગયો હતો.
ઇમારતના કાટમાળમાં ચારેક લોકો ફસાયા હોવાની ફાયર બ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. જેને પગલે દોડી આવેલા ફાયર બ્રિગ્રેડના લાશ્કરોએ તાબડતોબ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. પહેલાં તો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવામાં આવ્યો હતો. અને કાટમાળ તળે દબાયેલા શખ્સોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતાં. બે શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચી હોઈ હોસ્પિટલ ખાતે તેઓને મૃત જાહેર કરાયા હતાં.
જૂની ઇમારતના રિનોવેશન સહિતની કામગીરી અંગે કોર્પોરેશનની મંજૂરી લેવાઈ નહોતી. ત્યારે આજે સર્જાયેલી કરુણાંતિકાને પગલે કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.
બીજી તરફ, બનાવને પગલે દોડી આવેલા સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલરે સુરક્ષા વગર ઇમારતને ઉતારવાની કામગીરી કરવામાં આવી તેને વખોડી નાંખી હતી. અને લોકોના જીવના જોખમે કામગીરી કરાવનાર સામે પગલાં લેવાય તેવી માંગણી કરીશ. એમ જણાવ્યું હતું.
જ્યારે વિપક્ષી નેતા ધર્મેશ ભંડારીએ, દુર્ઘટના માટે શાસકોને જવાબદાર ઠેરવ્યા હતાં અને જણાવ્યું હતું કે, શહેરમાં બે હજાર જેટલી જૂની ઇમારતો હશે. જેને કોર્પોરેશન માત્ર નોટીસ આપીને સંતોષ માને છે. તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવતાં નથી. તો ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ સમગ્ર મામલાની તપાસ કરી કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે એમ જણાવ્યું હતું.
(આજનો Funrang જોક)
અમન – એવું કયું નામ છે જે અંગ્રેજી, હિન્દી અને ગણિત ત્રણેયમાં એક સાથે લખી શકાય?
ચમન – આટલું તો ખબર નથી ભાઈ…
અમન – વિનોદ…. V અંગ્રેજીમાં 9 (નો) ગણિતનો અને દ હિન્દીમાં….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz