- 4 ફેબ્રુઆરીના રોજ આપના મનિષા કુકડિયા સહિતના પાંચ કાઉન્સિલર્સે ભગવો ધારણ કર્યો હતો.
- દબાણ વગર ભાજપમાં જોડાનાર મનિષા કુકડિયા દબાણ વગર પાછા ફર્યા!!!
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સુરત । સુરત આમ આદમી પાર્ટીની એક કુકરીએ રાજરમતમાં 38 દિવસ ભગવો પહેરવાનો શોખ પૂરો કર્યા બાદ ફરી ઝાડુ પકડી લીધું છે. જોકે, હજી આપના પાંચ કાઉન્સિલર ભાજપી હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે. જોકે, પંજાબમાં આમ આદમી પાર્ટીના થયેલાં વિજયને પગલે એ પાંચ કાઉન્સિલરોને પણ ભગવામાં ગૂંગળામણ થતી હોય એવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકારણમાં કોઈ કાયમનો મિત્ર નથી હોતો અને કોઈ કાયમનો શત્રુ નથી હોતો… જોકે, આ રાજકારણીઓના અંદરો અંદરની જ વાત છે. પ્રજા માટે તો મોટાભાગના રાજકારણીઓ એકસમાન જ દ્રષ્ટિ રાખતાં હોય છે… મતદાન ટાણે જ પ્રજાને પિતા ગણવાના બાકી… રાજરમતમાં ક્યારેય પ્રજાહિતને કારણે દાવપેચ ખેલાતા નથી હોતાં.
ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રજાજનોએ આપ પર ભરોસો મુક્યો અને 27 ઉમેદવારોને વિજેતા બનાવ્યા હતાં. જોકે, ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના પાંચ કાઉન્સિલર વિપુલ મોવલિયા, ભાવનાબહેન સોલંકી, જ્યોતિકાબહેન લાઠિયા, રૂતા દૂધાતરા અને મનિષાબહેન કુકડિયાએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભગવો ધારણ ભાજપામાં જોડાઈ ગયા હતાં. ત્યારબાદ આપના વધુ એક કાઉન્સિલરે ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો.
ભાજપમાં જોડાતી વખતે મનિષાબહેન કુકડિયાએ કહ્યું હતું કે, અમે જનતાની સાથે જ છીએ, અમે દબાણ વગર ભાજપામાં જોડાયા છીએ. આમ કહેનાર મનિષાબહેન કુકડિયાએ 38માં દિવસે જ ઘરવાપસી કરી છે. જેને પગલે સુરત આમ આદમી પાર્ટીમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. આપમાં ઘરવાપસી અંગે મનિષા કુકડિયાએ આપના નેતાઓનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષા કુકડીયા પરત ફરતાં આપના હવે 22 નગરસેવકો થયા છે જ્યારે ભાજપના કાઉન્સિલર્સ 98 થયા છે.
(આજનો Funrang જોક)
ચમન – ભઈ, મને એવી કોઈ વાત જણાવ કે, જે મોદીના વડાપ્રધાન બન્યા બાદ સસ્તી થઈ હોય?
અમન – કૉંગ્રેસ બે કોડીની કરી નાંખી એ પુરતું નથી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz