- દારૂના ચેકિંગના નામે વેપારીના ઘરમાં ઘૂસી સિનિયર સિટિઝન્સ સાથે ગેરવર્તણૂંક કરી.
- એન.ડી.પી.એસ.ના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 4 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ.
- વર્દીના નામે રૂઆબ છાંટી નાગરીકોને રંજાડતા કે ગેરવર્તણૂંક કરતાં કોઈપણ કર્મચારીઓને સાંખી નહીં લેવાય – સુરત પોલીસ કમિશનર અજય તોમર
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સુરત । ખાખી વર્દીનો રાફ ઝાડવો અને સામાન્ય લોકોને રંજાડવા એ મોટાભાગના પોલીસ કર્મીઓની આદત હોય છે. ત્યારે સુરતમાં વર્દીનો રોફ મારી ઘરનો દરવાજો તોડી વેપારીના ઘરમાં ઘુસી, વેપારીના વૃદ્ધ માતા – પિતા સાથે ગેરવર્તણૂંક કરી, 4 લાખનો તોડ પાડવાના આક્ષેપોથી ઘેરાયેલા ઉમરા પોલીસ મથકના પી.એસ.આઈ. કે. એન. ચોપડા અને બે કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા હતાં. જેને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઘોડદોડ પર પર આવેલાં પ્રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી કરણ સહાનીએ ગત 11 માર્ચના રોજ પોલીસ કમિશનર અજય તોમરને અરજી કરી હતી. જેમાં ઉમરા પોલીસ મથકના પી.એસ.આઈ. કે. એન. ચોપડા, કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજયસિંહ પર ગંભીર આક્ષેપો કરાયા હતાં.
(RRR ફિલ્મના ડિરેક્ટર રાજામૌલી, સાઉથના સુપરસ્ટાર જૂનિયર એનટીઆર અને રામચરણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે – જુઓ વિડીયો)
વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, પી.એસ.આઈ. વોરંટ વગર જ દરવાજો તોડીને ઘરમાં ઘુસી આવ્યા હતાં. અને દારૂના ચેકિંગના નામે હેરાનગતિ કરી હતી. ઘરમાં હાજર વેપારીના વૃદ્ધ માતા – પિતા સાથે ગેરવર્તણૂંક કરી હતી. તેમજ એન.ડી.પી.એસ.ના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 4 લાખનો તોડ કર્યો હતો. રૂ. 4 લાખ પડાવ્યા બાદ પણ પી.એસ.આઈ.એ કહ્યું હતું કે, જો હવે તને એમને એમ છોડી મૂકીશું તો તું અધિકારીઓને ફરિયાદ કરીશ. બાદમાં વેપારીને પોલીસ ચોકીએ લઈ જઈ પી.એસ.આઈ. દ્વારા બિયર પીવડાવવામાં આવી હતી. અને દારૂ પીધેલાનો કેસ કર્યો હતો.
સમગ્ર બનાવ અંગે તપાસનો આદેશ કરતાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ઉમરા પોલીસ મથકની રામચોક પોલીસ ચોકીના સબ ઇન્સ્પેક્ટર કે. એન. ચોપડાએ ગત 8 માર્ચના રોજ પ્રેસિડેન્સી એપાર્ટમેન્ટના 104 નંબરના ફ્લેટમાં દારૂ અંગેની રેડ પાડી, 33 વર્ષિય કરણ સહાની સામે દારૂ પીધેલાંનો કેસ કર્યો હતો.
વધુમાં ઉમેર્યું કે, ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યા વગર કે પરવાનગી મેળવ્યા વગર રેડ કરવા ગયેલા પોલીસ કર્મચારીઓએ યુવકને માર માર્યો હોવાનો, સિનિયર સિટિઝન્સ સાથે ગેરવર્તણૂંક કર્યો હોવાનો અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ત્યારે તપાસના ભાગરૂપે પી.એસ.આઈ. કે. એન. ચાવડા, કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ બુસડીયા અને કોન્સ્ટેબલ સત્યપાલ દિગ્વિજયસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.
પોલીસ કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્દીના નામે રૂઆબ મારી નાગરીકોને રંજાડતાં કે ગેરવર્તણૂંક કરતાં કોઈપણ કર્મચારીને સાંખી લેવામાં નહીં આવે.
(આજનો Funrang જોક)
ચમન – ભાઈ, જો ક્યારેક સૌરાષ્ટ્ર મેલ અથવા તો સૌરાષ્ટ્ર જનતા ટ્રેન ડાકુઓ લૂટી જાય તો શું થાય?
અમન – ટ્રેન લૂંટાય, બીજું શું થાય?
ચમન – ડાકુઓના હાથમાં દસેક હજાર થેપલા, એક હજાર કિલો બટાકાનું શાક, 50 કિલો છુંદો અને ગોળકેરીનું અથાણું અને દહી મળે… પાંચ હજાર જેટલાં 135ના માવા મળે… બાકી બીજું કંઈ ના મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz