- મોટી બહેનના ઘરે રહેવા આવેલી નાની બહેન સાથે અફરોઝનો ઝગડો થયો હતો.
- પરિણીતા અફરોઝ સાથે પ્રેમસંબંધ તોડી નાંખવા માંગતી હોવાના મુદ્દે થયો હતો ઝગડો.
- અફરોઝ શેખે ફાયરિંગ કરતાં યુવતીને પગમાં પહોંચી ઈજા.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સુરત । આજે ધોળા દિવસે ઉધના વિસ્તારમાં યુવતી પર ફાયરિંગ થવાની ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં યુવતી પર ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. અને ફાયરિંગ કરનાર શખ્સ યુવતીની પરણીત મોટી બહેનનો પ્રેમી હોવાની વિગતો સામે આવી હતી.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક યુવતીનો ભાઠેના અફરોઝ ફિરોજ યુસુફ શેખ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, બાદમાં યુવતીના લગ્ન થઈ જતાં તે ઉધના સ્થિત પતિગૃહે રહેવા જતી રહી હતી. લગ્ન બાદ તે અફરોઝ શેખ સાથે પ્રેમસંબંધ રાખવા માંગતી નહોતી. જોકે, અફરોઝ પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.
તાજેતરમાં પરિણીતાની નાની બહેન ઉધના સ્થિત ઘરે રહેવા આવી હતી. દરમિયાનમાં અફરોઝ ઘરે આવી ચડ્યો હતો અને તેણે પરિણીતા સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા બાબત ઝગડો કર્યો હતો. જેમાં ઘરમાં હાજર નાની બહેને મોટી બહેનનો પક્ષ લઈને અફરોઝને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બંને વચ્ચે ઝગડો થઈ ગયો હતો.
આજે નાની બહેન મોપેડ પર જઈ રહી હતી ત્યારે બાઈક પર ધસી આવેલાં અફરોઝે દેશી બનાવટની પિસ્તલથી તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પગ પર ગોળી વાગતાં ઘવાયેલી યુવતી રાહદારીઓની મદદથી હોસ્પિટલ પહોંચી હતી.
બનાવ અંગે જાણ થતાં એક્શનમાં આવેલી સુરતની ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં અફરોઝ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટની પિસ્તલ અને કાર્ટીજ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(આજનો Funrang જોક)
અમન – યાર આજે કોઈ મુર્ખતાવાળી વાત નથી કરવી…
ચમન – કેમ ભઈ?
અમન – કોઈને મુરખ સમજવાની મુર્ખતા આપણે શું કામ કરવાની?
ચમન – એટલે તું મને…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz