- સવારે 4.00 વાગ્યે સચિન વિસ્તારની વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે બનેલી ઘટના.
- ટેન્કરમાંથી ગેસ લીક થવાને કારણે સર્જાઈ કરુણાંતિકા.
- બે માસના ગર્ભ સાથે પરિણીતા અને પતિનું મોત.
Mehulkumar Vyas. [9978918796]
સુરત । સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતી વખતે થયેલા ગેસ લીકેજને કારણે 6 કામદારોના મોત નિપજ્યા હતાં. જ્યારે 25 જેટલાં કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. વિશ્વ પ્રેમ ડાઈંગ એડ પ્રિન્ટિંગ મિલના સંદીપ ગુપ્તા, પ્રેમ ગુપ્તા, પ્રકાશ મારવાડી સહિતના 10 જેટલાં શખ્સો આ કરુણાંતિકા માટે જવાબદાર હોવાનું જાણવા મળે છે. બનાવને પગલે ગુપ્તા બંધુઓ ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
જીઆઈડીસીમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે આજે વહેલી સવારે 4.00 વાગ્યાની આસપાસ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. નજીકમાં જ કામદારો સૂઈ રહ્યા હતાં. કેમિકલ ઠાલવતી વખતે ઝેરી ગેસ લીક થવાને કારણે સૂઈ રહેલાં કામદારોના શ્વાસ રૂંધાવા લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. 10 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં 6 વ્યક્તિઓનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ છે. આ 6 પૈકી એક દંપત્તિનો સમાવેશ થાય છે. જેમાં પરિણીતાના પેટમાં બે માસનો ગર્ભ હતો.
સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના સિનિયર ડૉક્ટર ડૉ. અશ્વિન વસાવાના મતાનુસાર, દુર્ઘટનામાં મૃત્યુ માટે હાઈડ્રોજન સલ્ફાઈટ જવાબદાર હોઈ શકે છે. હાઈડ્રોજન સલ્ફાઈટ સીધો મગજને અસર કરે છે અને શ્વાસોશ્વાસ ધીમા કરી શકે છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ જ જાણવા મળશે.
ગૃહ રાજ્ય મંત્રીએ ઘટના અંગે તપાસ શરૂ કરાવી હોવાનું જાણવા મળે છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કરુણાંતિકા માટે દુઃખ વ્યક્ત કર્યું છે. અને કંપનીના માલિકોને શોધી તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ એમ જણાવ્યું છે.
મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાનાં કાલી ઉર્ફે કિરણ અને સુલતાને ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતાં. છ માસ અગાઉ તેઓ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોજગારી મેળવવા આવ્યા હતાં. હાલ કાલી સગર્ભા થઈ હતી અને તેના પેટમાં બે માસનો ગર્ભ હતો. આજે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં પતિ – પત્નીનું કરુણ મોત નિપજ્યું હતું.
(FunRang Joke)
પકડુઃ ટાઈગર તને ખબર છે આ કોરોના બહુ અભિમાની વાઈરસ છે.
ટાઈગરઃ એમ… એ કેવી રીતે?
પકડુઃ જો… કોરોના એની જાતે ઘરમાં ના આવે, એને લેવા તમારે જ બહાર નિકળવું પડે. હાથ ધોઈ નાંખો તો ખોટું માની જાય, અને મોં પર માસ્ક રાખો તો ઓળખે પણ નહીં… બોલે છે ને અભિમાની…
ટાઈગરઃ એ ખરું હોં…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz