• સીમંત માટે તૈયાર થવાના બાબચે ચર્ચા કરવા બ્યુટીપાર્લરમાં બે મહિલાઓ આવી હતી.
  • બ્યુટીપાર્લર સંચાલિકાની દીકરીની માતાજીની વિધી કરવી પડશે એમ જણાવી ભરોસો કેળવ્યો.
  • સોનાનું દોઢ તોલાનું ડોકીયું, વિંટી અને રોકડા રૂ. 8 હજાર લઈ મહિલાઓ ફરાર.
  • પાણીગેટ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

FunRang News. વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગ રોડ પર આવેલી સોસાયટીમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાનો વિશ્વાસ કેળવી બે અજાણી મહિલાઓ સોનાના દાગીના અને રોકડ સહિતની મત્તા લઈને રફૂચક્કર થઈ ગઈ હોવા અંગેનો ગુનો પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 45 થી 47 વર્ષની ઉંમરની અજાણી મહિલાઓ તા. 30મીના રોજ સીમંત હોવાથી તૈયાર થવા અંગે વાતચિત કરવાના બહાને બ્યુટિપાર્લરમાં ઘુસી હતી. જે પૈકી એક મહિલાએ પોતાની ઓળખાણ માતાજી તરીકે કરી હતી.

વાઘોડિયા ડભોઈ રીંગ રોડ પર આવેલી શ્રીજી ટાઉનશીપમાં રહેતી 41 વર્ષિય સ્વાતિબહેન હેમંતકુમાર પંચાલ બ્યુટીપાર્લર ધરાવે છે. ગત તા. 28 ડિસેમ્બરને મંગળવારના રોજ તેઓ બ્યુટીપાર્લરમાં હાજર હતાં. ત્યારે બપોરે પોણા એક વાગ્યાના અરસામાં બે મહિલાઓ આવી હતી.

આશરે 45 થી 47 વર્ષની ઉંમરની બે મહિલાઓ પૈકી એકે લાલ બાંધણી સાડી અને બીજીએ ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. અજાણી મહિલાઓએ તા. 30ના રોજ સીમંતમાં જવાનું હોવાથી તૈયાર થવા બાબતે વાતચિત શરૂ કરી હતી. જેમાં લાલ બાંધણી પહેરીને આવેલી મહિલાએ પોતાની ઓળખાણ માતાજી તરીકે કરાવી હતી. તેને માતાજી આવે છે અને મનનપાર્ક દશામાતાનું મંદિર આવેલ છે એ માતાજી આવે છે. વગેરે વાતો કરી હતી.

વાતચીત દરમિયાન સ્વાતિબહેનના પરિવાર વિશે જાણી લીધા બાદ તેમની દીકરીની વિધી કરાવવી પડશે એમ જણાવ્યુ હતું. સ્વાતિબહેનનો વિશ્વાસ જીતી લીધા બાદ બંને અજાણી મહિલાઓ તેમનું રૂ. 55,000ની કિંમતનું દોઢ તોલાનું સોનાનું ડોકીયું અને રૂ. 10000ની કિંમતની સોનાની વિંટી તેમજ રૂ. 8000 રોકડા લઈને રફૂચક્કર થઈ ગઈ હતી. સ્વાતીબહેનને મોહિત કરીને તંત્ર મંત્રની જાણકાર મહિલાઓએ છેતરપિંડી કરી હોવાની પણ શક્યતા છે.

બ્યુટીપાર્લરમાં લગભગ પોણા બે કલાક સુધી સમય વિતાવીને કુલ 73 હજારની માલ મત્તા લઈ જનાર અજાણી મહિલાઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધી પાણીગેટ પોલીસ મથકના પી.આઈ. આર. એચ. સિદીએ વધુ તપાસ હાથ ધરી છે.

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *