•  ➡ 5 બેઠકો પર TEAM MSU 3 પર સંકલન અને 1 બેઠક પર સ્વતંત્ર ઉમેદવારનો વિજય.
  •  ➡ વર્ષ 2016 – 17 કરતાં વર્ષ 2020 – 21માં જીગર ઇનામદાર ટીમના સેનેટ સભ્યો વધ્યાં.

FunRang News. આજરોજ યોજાયેલી મ.સ. યુનિ. સેનેટની ટીચર્સ કેટેગરીની ચૂંટણીમાં વધુ એકવાર જીગર ઇનામદારની TEAM MSU એ 9 પૈકીની 5 બેઠકો પર વિજય પ્રાપ્ત કરીને વિરોધીઓને નીચું જોવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016 – 17ની ચૂંટણી બાદ ટીચર્સ કેટેગરીના કુલ 16 પૈકી 7 જીગર ઇનામદારના એટલે કે ટીમ એમએસયુના હતાં. જ્યારે આ વર્ષે યોજાયેલી ટીચર્સ કેટગરીની ચુંટણી બાદ કુલ 14 પૈકી 10 ટીમ એમએસયુના ઉમેદવારો જીત્યાં છે. એકંદરે, ટીમ એમએસયુનું સંખ્યાબળ મોટા અંતરથી વધ્યું છે.

ટીચર્સ કેટેગરીની 9 બેઠકોની ચૂંટણીના પરિણામો નીચે મુજબ છે. કૌંસમાં લખેલી સંખ્યા ઉમેદવારને મળેલાં મતની સંખ્યા છે. 

ફેકલ્ટી ઓફ આર્ટ્સ

ડૉ. શ્વેતા અવધૂત જેજુરકર (13)

ડૉ. દિલીપ કાતરીયા (17) (સંકલન)

ફેકલ્ટી ઓફ સાયન્સ

ડૉ. બાલક્રિષ્ણ પનાલાલ શાહ (09)

ડૉ. રૂપલ મિતેશ શાહ (38) TEAM MSU

ફેકલ્ટી ઓફ કોમર્સ

કિર્તન બડોલા (04)

ડૉ. વિલાસ ઝુલુ ચવાણ (16)

ડૉ. કલ્પેશ ધીરુભાઈ નાયક (22)

ડૉ. મૃદુલા મહેન્દ્ર ત્રિવેદી (25) TEAM MSU

ફેકલ્ટી ઓફ મેડિસીન

ડૉ. રાહુલ પરમાર (52)

ડૉ. બી. જી. રાઠોડ (115) TEAM MSU

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એડ એન્જિનિયિરીંગ

સુનિલ ડી. કહાર (35)

વિજય મોહનલાલ પરમાર (31)

નિકુલ ખુશાલભાઈ પટેલ (57) (સ્વતંત્ર)

ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ

સુનિલ દરજી (03)

પ્રફુલ ગોહીલ (09) TEAM MSU

અરવિંદ સુથાર (04)

ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ

ડૉ. સ્વાતી ધ્રુવ (10) (સંકલન)

સરજુ હિમાંશુ પટેલ (06)

ફેકલ્ટી ઓફ ફાર્મસી

ભાવિક બી. ચૌહાણ (04) (સંકલન)

ડૉ. પ્રશાંત આર. મુરુમકર (03)

પોલીટેક્નિક

સંદીપ એસ. ગોખલે (25) TEAM MSU

ચેતન અશોક સોમાણી (22)

ગત સેનેટ ચૂંટણીમાં ટીચર્સ કેટેગરીના કુલ 16 વિજેતાઓ પૈકી 7 Team MSUના હતાં, સંકલનના 6 અને 3 સ્વતંત્ર ઉમેદવારો હતાં. છેલ્લાં કેટલાંક મહિનાઓથી જીગર ઇનામદારની Team MSU સામે વિરોધનો વંટોળ ઉભો કરવામાં આવ્યો હોવા છતાં અગાઉ રજીસ્ટ્રર્ડ ગ્રેજ્યુએટ્સ ચુંટણીમાં વિરોધીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે આજે ટીચર્સ કેટેગરીમાં Team MSUએ વિરોધીઓને ધોબી પછાડ આપી હતી. જોકે, ગત ચુંટણીમાં 16 પૈકી માત્ર 7 બેઠક જીતનાર એટલે 50 ટકા કરતાં ઓછું સંખ્યા બળ ધરાવનાર Team MSUએ આ વર્ષે 14માંથી 10 બેઠક પોતાના કબજે કરી 70 ટકા કરતાં વધુ મેળવ્યા છે. એમાંય સંકલનના 6 માંથી 3 ઉમેદવારો થયાં છે. તો ગત ચુંટણીમાં 3 સ્વતંત્ર ઉમેદવારો વિજેતા બન્યાં હતાં. જે હાલની ચુંટણીમાં ઘટીને 1 થઈ ગયા છે.

ગત ચૂંટણી અને આજની ચૂંટણીની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

ટીચર્સ કેટેગરી સેનેટ સભ્યની ગત ચૂંટણી અને હાલની સ્થિતિ

ફેકલ્ટી 2016-17   2020-21  
કોમર્સ કલ્પેશ નાયક સંકલન મૃદુલા ત્રિવેદી Team MSU
આર્ટ્સ આશીર મહેતા સ્વતંત્ર દીપક કાતરીયા સંકલન
સાયન્સ ધર્મેન્દ્ર શાહ સ્વતંત્ર રૂપલ શાહ Team MSU
એજ્યુકેશન અંજલી મહેતા Team MSU રશ્મીન સોમપુરા Team MSU
જર્નાલિઝમ    
સંસ્કૃત કપિલદેવ શાસ્ત્રી Team MSU
ફાઈન આર્ટ્સ જયરામ પોડુવાલ Team MSU પ્રફુલ્લ ગોહેલ Team MSU
હોમ સાયન્સ સ્વાતી ધ્રુવ સંકલન સ્વાતી ધ્રુવ સંકલન
સોશિયલ વર્ક કવિતા સિંધ Team MSU કવિતા સિંધવ Team MSU
મેનેજમેન્ટ સુનિતા શર્મા સંકલન
લૉ રાજુ પરીખ સંકલન નમૃતા લુહાર Team MSU
મેડીકલ શ્રેયસ પટેલ સંકલન બિજયસિંહ રાઠોડ Team MSU
પરફોર્મિંગ રાકેશ મોદી Team MSU ત્રિલોકસિંહ મહેરા Team MSU
ટેક્નોલોજી નિકુલ પટેલ સ્વતંત્ર નિકુલ પટેલ સ્વતંત્ર
ફાર્મસી પ્રશાંત Team MSU ભાવિક ચૌહાણ સંકલન
પાદરા મિનેષ શાહ Team MSU મિનેષ શાહ Team MSU
પોલીટેક્નિક ચેતન સોમાણી સંકલન સંદીપ ગોખલે Team MSU
ઓરિએન્ટલ

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *