- થર્ટી ફર્સ્ટની રાત્રે પીધેલા પુત્રને પકડનાર સિટી પોલીસના સ્ટાફ સાથે ભાજપા કોર્પોરેટર જેલમ ચોકસીએ કરતી તૂ… તા…
- પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરી બૂમાબૂમ કરી મૂકી.
- પીધેલાં પુત્ર સામે કેસ ના થાય એ માટે મહિલા કોર્પોરેટરે ભારે ધમપછાડા કર્યા.
- પોલીસ કર્મીઓ જાણે સત્તાધારીઓના નોકરીયાત હોય એમ તુચ્છતાપૂર્વક વાતચીત કરી.
Mehulkumar Vyas. Vadodara. થર્ટી ફર્સ્ટની રાત્રે ચુસ્ત બંદોબસ્ત રહેશે એવી પોલીસ તંત્રની જાહેરાતો જાણે સામાન્ય નાગરીકો માટે જ હોય, સત્તાધારીઓને એ લાગુ ના પડતી હોય. કોર્પોરેટરના પુત્ર હોઈએ એટલે કાયદાના રક્ષકો જાણે પોતાના ખિસ્સામાં હોય, એવી તુમાખી સાથે મહિલા કોર્પોરેટરનો પુત્ર કૃણાલ ચોકસી પીધેલી હાલતમાં માંડવી ચાર દરવાજા વિસ્તારમાંથી પસાર થયો હતો. જોકે, ભાજપનાં મહિલા કોર્પોરેટર શ્રીમતી જેલમબહેન ચોકસીનો પુત્ર હોવા અંગે અજાણ હોવાથી અથવા તો કોર્પોરેટરના પીધેલાં પુત્રએ દાખવેલી ઉદ્ધતાઈને કારણે સિટી પોલીસે એને પકડ્યો હતો.
પોલીસે પુત્રને પીધેલી હાલતમાં પકડ્યો એ વાત જાણતાં જ છંછેડાઈ ગયેલા મહિલા કાઉન્સિલર તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતાં અને કેસ ના થાય તેવાં પ્રયાસો આદર્યા હતાં. પોલીસ કર્મીઓ જાણે સત્તાધારીઓના નોકરીયાત હોય, એવી રીતે તેમની સાથે અસભ્ય વર્તન કરવા સાથે મહિલા કોર્પોરેટરે પીધેલાં પુત્ર પર કેસ ના થાય તે માટે પોલીસ મથક માથે લીધું હતું. પોલીસ કર્મીઓ સાથેની ઉગ્ર બોલાચાલી દરમિયાન એક જવાનનુ જેકેટ પણ ફાટી જવા પામ્યું હતું.
પોલીસ કર્મચારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પોલીસ મથકમાં નહોતું છતાં, જાણે લોકોની હાજરીમાં પુત્ર કૃણાલ ચોકસીને ગુંગળામણ થતી હોય એમ લોકોને દૂર કરતાં કોર્પોરેટર જેલમ ચોકસીએ બૂમ પાડી કહ્યું હતું કે, “દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે તમે બધા તેને ફરી વળ્યા છો દૂર હટો’ એટલે એમ કહી શકાય કે, ભાજપના મહિલા કોર્પોરેટર દારૂ પીવો એ સામાન્ય બાબત ગણે છે. જો એ એમના પુત્રના વિષયમાં હોય તો… શું અન્ય લોકોના પુત્ર પુત્ર નથી હોતાં? એ પકડાય છે ત્યારે કોર્પોરેટર એમને છોડાવવા પહોંચે છે ખરાં?
જોકે, જેલમ ચોકસીની બૂમરાણ સામે પોલીસ કર્મચારીઓએ પણ સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, તમે દાદાગીરી કરો છો એ યોગ્ય નથી. તમ કોર્પોરેટર છો એટલું શું થયું?
આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે. અને પોલીસ તંત્ર દ્વારા મહિલા કોર્પોરેટરની દાદાગીરીને વશ થયાં વગર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થાય છે. એકંદરે, પોલીસ તંત્રએ રાજકારણીઓને ખાખીનું જોર બતાવ્યું એમ કહેવામાં સ્હેજેય ખોટું નથી.
(Funrang Joke)
પકડુ થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને હેમખેમ ઘરે પહોંચી ગયો, પોલીસે પકડ્યો પણ નહીં… એટલે બીજા દિવસે મિત્રોએ પુછ્યું કે, અલાં આટલું ચુસ્ત ચેકિંગ હતું તોય, તને કોઈએ પકડ્યો નહીં.
પકડુઃ મનેય આજે સવારે જ આ વાતનું ભાન થયું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg