- ➡ રખડતાં ઢોર પકડવામાં આવી રહ્યાં હોવાના કોર્પોરેશન તંત્રના દાવા પોકળ.
- ➡ 48 કલાકમાં જ રસ્તે રખડતી ગાય દ્વારા ભેટી મારી ઇજા પહોંચડાવવાના બે બનાવ.
Mehulkumar Vyas. Vadodara. શહેરમાં પશુપાલકો અને કોર્પોરેશન તંત્ર દ્વારા વચ્ચે સહમતી સધાતી નથી અને રસ્તે રખડતાં ઢોરના પ્રશ્નનું નક્કર નિરાકરણ આવતું નથી. છતાં કોર્પોરેશન તંત્ર તેમજ રાજકારણીઓ દ્વારા રખડતાં ઢોર અંગે બહુ સારી કામગીરી કરવામાં આવી રહી હોવાની જાતે જ વાહવાહી લૂંટવામાં આવી રહી છે. પોતાની પીઢ થાબડીને ખુશ થતાં તત્વો માટે શરમજનક ગણી શકાય, એવી બે ઘટના વડોદરામાં લગભગ 48 કલાકમાં જ બનવા પામી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 15 દિવસમાં વડોદરા શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાનો હાંકોટો કરનાર મેયર કેયૂર રોકડીયાની વાત બાદ, ઘણાં 15 – 15 દિવસો પસાર થઈ ગયાં, છતાં પરિસ્થિતિ જૈસે થે જ જોવા મળે છે. તો તાજેતરમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડોદરામાં રખડતાં ઢોર અંગે થતી કામગીરીના વખાણ કર્યા હતાં. યોગાનુયોગ ત્યારબાદ જ ગાયની અડફેટે રાહદારીઓને ઇજા પહોંચવાના બે બનાવ બનવા પામ્યાં છે.
બે દિવસ અગાઉ ગોરવા વિસ્તારમાં ગાયે ભેટી મારતાં 70 વર્ષિય વૃદ્ધને ઇજા પહોંચી હતી. ત્યારબાદ ગઈકાલે ગોરવા પોલીસ મથક ખાતે ગાય પકડવાના મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. રખડતાં ઢોરની સમસ્યા અને પોલીસ તંત્ર દ્વારા કરાયેલી કામગીરી અંગે ફરિયાદ કરવા માટે પશુપાલકો ભાજપા કાર્યાલય પર પહોંચ્યા હતાં. જોકે, હજી સુધી રખડતાં ઢોરના પ્રશ્નો કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.
ત્યારે શુક્રવારે ચોખંડી વિસ્તારમાં નાની શાક માર્કેટ પાસે જી.ઈ.બી. ઓફિસ સામેના માર્ગ પર એક આધેડ પગપાળા જઈ રહ્યાં હતાં. દરમિયાનમાં બે ગાય બાખડીને અચાનક દોડી હતી. એક ગાયે આધેડને પાછળથી ભેટી મારતાં તે લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયા હતાં. અને ગાયો દોડતી આગળ જતી રહી હતી. ગાયની અડફેટે ફંગોળાયેલા આધેડની મદદ કરવા સ્થાનિક લોકો એકઠાં થઈ ગયાં હતાં.
શુક્રવારની ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસે ગાયના માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રસ્તે રખડતાં ઢોર પકડવા કોર્પોરેશન તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાના દાવા આ ઘટનાઓથી પોકળ સાબિત થાય છે. કોર્પોરેશન તંત્ર દ્વારા ઢોર પકડવામાં આવી રહ્યા હોવાની વાતો કરવામાં આવે છે છતાં વાસ્તવિકતા એ છે કે શહેરના માર્ગો પર ઠેર ઠેર રસ્તે રખડતાં ઢોર જોવા મળી રહે છે.
(Funrang Joke)
પકડુ થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને હેમખેમ ઘરે પહોંચી ગયો, પોલીસે પકડ્યો પણ નહીં… એટલે બીજા દિવસે મિત્રોએ પુછ્યું કે, અલાં આટલું ચુસ્ત ચેકિંગ હતું તોય, તને કોઈએ પકડ્યો નહીં.
પકડુઃ મનેય આજે સવારે જ આ વાતનું ભાન થયું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg