ચોરી,ઝડપાયા,1 કરોડ,પ્લંજર,રિલાયન્સ,સેન્ટ્રલ વેર હાઉસ

ચોરી,ઝડપાયા,1 કરોડ,પ્લંજર,રિલાયન્સ,સેન્ટ્રલ વેર હાઉસ

  • ચોરીના બે પ્લંજર સાથે છ શખ્સોને ઝડપી પાડતી જવાહરનગર પોલીસ.
  • રિલાયન્સ કંપનીના સેન્ટ્રલ વેર હાઉસમાંથી ઇમ્પેલર, પ્લંજર વગેરેની ચોરી કરી હતી.
  • 6 શખ્સો ઝડપી પાડી ટંગસ્ટન્ટ કાર્બાઈડ ધાતુના રૂ. 52 લાખની કિંમતના બે પ્લંજર કબજે કરાયાં.

 ➡ Mehulkumar Vyas. Vadodara. રિલાયન્સ કંપનીના સેન્ટ્રલ વેર હાઉસમાંથી કાંસા અને ટંગસ્ટન્ટ કાર્બાઇડ ધાતુના કિંમતી ઇમ્પેલર અને પ્લંજર્સની ચોરી કરનાર છ શખ્સોની ટોળકીને જવાહરનગર પોલીસે ઝડપી પાડી હતી. કુલ 1,15,26,755 રૂપિયાની કિંમતના સામાનની ચોરી કરનાર શખ્સો પાસેથી રૂ. 52,14,045 રૂપિયાની કિંમતના બે પ્લંજર કબજે કરાયા હતાં.

પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ સહિતના ઉપરી અધિકારીઓ તરફથી અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા મળેલી સૂચનાને આધારે જવાહરનગર પોલીસની ટીમે રીયાલન્સ કંપનાં થયેલી ચોરીના બનાવમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

રિલાયન્સ કંપનીના સેન્ટ્રલ વેર હાઉસમાંથી કાંસાનું બનેલું 1 ઇમ્પેલર, ટંગસ્ટન્ટ કાર્બાઈડ ધાતુનાં બનેલાં 69 એમ.એમ.ના બે પ્લંજર તેમજ ટંગસ્ટન કાર્બાઈડ ધાતુનાં બનેલાં અન્ય એક પ્લંજર મળી કુલ રૂ. 1,15,26,755 રૂપિયાની ચોરી થઈ હતી.

જવાહરનગર પોલીસ મથકની સર્વેલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. ડી.જે. લીંબોલાને મળેલી બાતમીને આધારે 26 વર્ષિય કલ્પેશ ઉર્ફે કલો રણજીત પઢીયાર (રહે. અનગઢ ગામ, વડોદરા), 32 વર્ષિય રાજેન્દ્ર ઉર્ફે રાજુ રમણભાઈ ગોહીલ (રહે. અનગઢ ગામ, વડોદરા), 26 વર્ષિય વિજય ઉર્ફે શનો પૂંજાભાઈ ગોહીલ (રહે. અનગઢ ગામ, વડોદરા) 25 વર્ષિય અશોકભાઈ જશુભાઈ ગોહીલ (રહે. અનગઢ ગામ, વડોદરા), 35 વર્ષિય રજીતસિંહ ચંદ્રસિંહ ગોહીલ (રહે. અનગઢ ગામ, વડોદરા) અને 29 વર્ષિય સુરેશભાઈ રામસીંગ પઢીયાર (રહે. કોયલી ગામ, વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

છ શખ્સો પાસેથી રૂ. 52,14,045ની કિંમતના ટંગસ્ટન્ટ કાર્બાઈડ ધાતુના બનેલાં 69 એમ.એમ.ના બે પ્લંજર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિલાયન્સ કંપનીમાં ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવામાં જવાહર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એસ.એસ. આનંદ, સર્વેલન્સ પી.એસ.આઈ. ડી.જે. લીંબોલા, પીએસઆઈ આર.પી.ડોડીયા, હે.કો. ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ, હે.કો. સયુરસિંહ ભારતસિંહ, હે.કો. વિજયભી ગાગજીભાઈ, પો.કો. વિશાલકુમાર જોઈતાભાઈ, પો.કો. સક્તાભાઈ વશરામભાઈ, પો.કો. ક્રિપાલસિંહ પ્રવિણસિંહ, એલઆરડી ધર્મેન્દ્રસિંહ મહીપતસિંહ, એલઆરડી ધુડાભાઈ ભુરાભાઈ, એલઆરડી ભાવેશકુમાર દેવજીભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

 😆 (Funrang Joke) 😆 

થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને પકડું કારમાં ઘરે જતો હતો. પોલીસના ટોળાંએ એને રોક્યો.

પોલીસવાળોઃ કારમાંથી બહાર આવો, બ્રેથએનેલાઝરથી ચેક કરવું પડશે.

પકડુઃ સાહેબ બહુ પીધેલો છું કારમાંથી બહાર નહીં અવાય… એક કામ કરો તમે અંદર આવી જાવ… ચેક કરવા

 ➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

 ➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

 ➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

 ➡ (ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર રમુજી કાર્ટૂન્સ જુઓ નીચેના વિડીયોમાં)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *