- ટેરેસ પર ફટાકડાં ફુટતા જોઈ પહોંચેલી પોલીસે પાર્ટીનું સૂરસૂરીયું કરી નાંખ્યું
- લક્ષ્મીપુરા પોલીસે સાડા ચાર લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સોને ઝડપી પાડ્યા.
Mehulkumar Vyas. Vadodara. થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂ પાર્ટી કરી કલ્પ પવિત્ર રેસિડેન્સીની ટેરેસને અપવિત્ર કરી રહેલાં 8 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, નાઈટ પેટ્રોલિંગ ટાણે ટેરેસ પરથી ફટાકડાં ફુટતાં જોઈ લક્ષ્મીપુરા પોલીસ તપાસ કરવા ગઈ હતી, જેને પગલે પાર્ટીનું સૂરસૂરીયું થઈ ગયું હતું.
થર્ટી ફર્સ્ટની રાત્રે લક્ષ્મીપુરા પોલીસની ટીમ જનરલ કોમ્બિંગ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગ કરવા નિકળી હતી. દરમિયાનમાં ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલી કલ્પ પવિત્ર રેસિડન્સીના ટેરેસ પર ફટાકડા ફુટતા જોવા મળ્યા હતાં. જેને પગલે સ્ટાફે ટેરેસ પર જઈ તપાસ કરતાં દારૂની પાર્ટી ચાલતી હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે લક્ષ્મીપુરા પોલીસે વિદેશી દારૂની બોટલ્સ, મોબાઈલ ફોન્સ વગેરે મળી 4,54,935 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આઠેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(Funrang Joke)
થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને પકડું કારમાં ઘરે જતો હતો. પોલીસના ટોળાંએ એને રોક્યો.
પોલીસવાળોઃ કારમાંથી બહાર આવો, બ્રેથએનેલાઝરથી ચેક કરવું પડશે.
પકડુઃ સાહેબ બહુ પીધેલો છું કારમાંથી બહાર નહીં અવાય… એક કામ કરો તમે અંદર આવી જાવ… ચેક કરવા
ટેરેસ પર પાર્ટી કરતાં ઝડપાયેલા શખ્સો
- અક્ષતભાઈ મહેન્દ્રભાઈ શાહ (રહે. કલ્પ પવિત્ર રેસિડન્સિ, ન્યૂ અલકાપુરી, વડોદરા)
- હીરેશભાઈ ચંદુભાઈ કાબરીયા (રહે. કલ્પ પવિત્ર રેસિડન્સિ, ન્યૂ અલકાપુરી, વડોદરા)
- અભિષેક અશોકભાઈ મિશ્રા (રહે. પ્રિન્સવિલા, શૈશવ સ્કૂલની પાછળ, ગોત્રી રોડ, વડોદરા)
- પ્રેમ જમનેશભાઈ આશવાણી (રહે. કલ્પ પવિત્ર રેસિડન્સિ, ન્યૂ અલકાપુરી, વડોદરા)
- ગુજનભાઈ મહેન્દ્રભાઈ પટેલ (રહે. કલ્પ પવિત્ર રેસિડન્સિ, ન્યૂ અલકાપુરી, વડોદરા)
- અરૂણકુમાર અમૃતલાલ કુંદ્રા (રહે. કલ્પ પવિત્ર રેસિડન્સિ, ન્યૂ અલકાપુરી, વડોદરા)
- અશોક શશાંકશેખર મુખોપાધ્યાય (રહે. કલ્પ પવિત્ર રેસિડન્સિ, ન્યૂ અલકાપુરી, વડોદરા)
- પ્રિયંકભાઈ ભરતભાઈ ખત્રી (રહે. કલ્પ પવિત્ર રેસિડન્સિ, ન્યૂ અલકાપુરી, વડોદરા)
દારૂ પાર્ટી પર દરોડો પાડવામાં લક્ષ્મીપુરા પોલીસ મથકના પી.આઈ. જે.એચ. ચૌધરી, એ.એસ.આઈ. રાજેશભાઈ ભાઈલાલભાઈ, હે.કો. લક્ષ્મણજી જાલુજી, હે.કો. દીનુભાઈ માલાભાઈ, હે.કો. સાજનભાઈ નથ્થુભાઈ, વુ.હે.કો. અંજુબહેન રામજીભાઈ, પો.કો. શાંતિભાઈ રામેશ્વરભાઈ, પો.કો. ગુમાનસિંહ ભેમસિંહ, પો.કો. અશોકકુમાર અંબારામ, પો.કો. રણજીતસિંહ ખુમાનસિંહ, એલઆરડી ડાહ્યાભાઈ ચીકાભાઈ, વુએલઆરડી અનીતાબહેન લલ્લુભાઈ, વુએલઆરડી ધનીબહેન વિઠ્ઠલભાઈ, પો.કો. મગનભાઈ સગરામભાઈ અને પો.કો. રાજદીપસિંહ પ્રતાપસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg