- ➡ વડોદરાના વાડી પટેલ એસ્ટેટમાં થયેલી ચોરી તેમજ અમદાવાદની વાહન ચોરીનો ભેદ ઉકેલાયો.
- ➡ મૂળ અમદાવાદનાં રીઢા ચોર સિકંદર ઉર્ફે ફરીદહુસૈન સૈયદ સામે 28 જેટલાં ગુનાઓ નોંધાયેલા છે.
- ➡ ચોરીનો માલ ખરીદનાર આણંદ જિલ્લાના બોરસદનો સીદ્દીકખાન પઠાણ પણ ઝડપાયો.
- ➡ સિકંદરે હાઈવે પર વિવિધ જગ્યાએ ટ્રકની બેટરીઓની પણ ચોરી કરી.
Mehulkumar Vyas. Vadodara. શહેરના વાડી પટેલ એસ્ટેટમાં થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતાં વડોદરા શહેર પીસીબીએ અમદાવાદના રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. તેમજ તેની પાસેથી ચોરીનો સામાન ખરીદનારને ઝડપી પાડી 100 ટકા મુદ્દમાલ રિકવર કર્યો હતો.
પી.સી.બી. (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈએ ચોક્કસ બાતમીને આધારે કપુરાઈ બ્રિજ પાસેથી મૂળ અમદાવાદના દાણીલીમડાના રહેવાસી સિકંદર ઉર્ફે ફરીદહુસૈન ઇબ્રાહીમ સૈયદ (હાલ રહે. કિસાનનગર, કેલનપુર આગળ, ડભોઈ રોડ, વડોદરા)ને બોલેરો પીકઅપ વાન સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો.
સિકંદરની પુછપરછમાં વાડી પટેલ એસ્ટેટમાં થયેલી ઘરફોડ ચોરી અને અમદાવાદના નારોલ ખાતે થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પુછપરછમાં ચોરીનો સામાન આણંદ જિલ્લાના બોરસદ ગામના સિદ્દીકખાન ડોસુખાન પઠાણ ખરીદતો હોવાની વિગતો જાણવા મળતાં, પીસીબીએ તેને પણ ઝડપી પાડ્યો હતો.
સિકંદર સામે શહેરના વિવિધ પોલીસ મથકોમાં 28 જેટલાં ગુના નોંધાયેલા છે તેમજ તેને પાસા હેઠળ અમદાવાદ જેલમાં પણ ધકેલવામાં આવ્યો હતો. વાહન ચોરી અને ઘરફોડ ચોરી ઉપરાંત સિકંદરે નબીપુરા હાઇવે, કરજણ તથા પાલેજ વચ્ચે, વડોદરા બાયપાસ એરફોર્સ સ્ટેશન બ્રિજ પાસે, વાઘોડીયા ચોકડી નજીક વગેરે હાઈવેના વિવિધ સ્થળો પર ટ્રકમાંથી બેટરી ચોરી હોવાની કબૂલાત પણ કરી હતી.
પીસીબીએ 8 લાખ રૂપિયાની લખંની ગોળ ડાઈ – રિંગોના 14 સેટ, રૂ. 50 હજારની કિંમતના 4000 ડ્રમ હેન્ડલ લોક, 1 લાખ રૂપિયાની કિંમતનો 2000 કિલો પતરાનો સ્ક્રેપ, 3 લાખની ચોરીની બોલેરો પીકઅપ વાન, મોબાઈલ વગેરે મળી કુલ 12,50,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રીઢા ચોરને ઝડપી પાડી બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પી.સી.બી. પી.આઈ. જે.જે. પટેલ, પી.એસ.આઈ. એમ.જી.કરડાણી, એ.એસ.આઈ. અરવિંદ કેશવરાવ, એ.એસ.આઈ. વિજયકુમાર ઝાબરમલ, હે.કો. કાળુભાઈ ખાટાભાઈ, પો.કો. કનુભાઈ શંકરભાઈ, પો.કો. કમલેશ બાળાસાહેબ, પો.કો. નરેન્દ્રસિંહ કેશરીસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(Funrang Joke)
થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને પકડું કારમાં ઘરે જતો હતો. પોલીસના ટોળાંએ એને રોક્યો.
પોલીસવાળોઃ કારમાંથી બહાર આવો, બ્રેથએનેલાઝરથી ચેક કરવું પડશે.
પકડુઃ સાહેબ બહુ પીધેલો છું કારમાંથી બહાર નહીં અવાય… એક કામ કરો તમે અંદર આવી જાવ… ચેક કરવા
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg