- હાઈવે પર ઉભેલી બિહાર જતી ટ્રકમાં હરીયાણા જતી ટ્રક ધડાકાભેર ભટકાઈ.
- ગમખ્વાર અકસ્માતમાં ક્લીનરનું માથું ધડથી અલગ થઈ ગયું.
FunRang News. દેણા ચોકડી પાસે ગત રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રકમાં સવાર ક્લીનરનું કરુણ મોત નિપજ્યું હતું.
સુરતની સચીન જીઆઈડીસીની અનુપમા કંપનીનો માલ ભરી ટ્રક ડ્રાઈવર નૂર મહંમદ કુરેશી (રહે. યુ.પી.) અને ક્લીનર ફરહાન (રહે. યુપી.) બિહાર જવા માટે નિકળ્યા હતાં. દરમિયાનમાં ગત રાત્રે વડોદરા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર દેણા ચોકડી પાસે ટ્રકમાં ખરાબી આવી હતી. જેથી તેઓએ રોડની સાઈડ પર ટ્રક ઉભી કરી દીધી હતી.
માલસામાન ભરી હરીયાણા તરફ જઈ રહેલાં ટ્રકના ચાલકની ગફલતને પગલે ટ્રક રોડ સાઈડ પર ઉભા રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ક્લીનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો.
જોકે, બનાવની જાણ થતાં આવી પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે કેબિનમાંથી ક્લીનરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ક્લીનરનું માથું ધડથી અલગ થઈ ગયેલું જોવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg