રખડતાં ઢોર,રાજકારણ,કૉંગ્રેસ,પલટવાર,મેયર,કેયૂર રોકડીયા,ભાજપા
રખડતાં ઢોર,રાજકારણ,કૉંગ્રેસ,પલટવાર,મેયર,કેયૂર રોકડીયા,ભાજપા
(વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલી તસવીર, વડોદરાની તો નથી જ જણાતી, સાથે ગુજરાતની હોય એ પણ શંકાસ્પદ છે. કારણે પાછળ બોર્ડ હિન્દીમાં છે.)
  • આટલાં સ્વાર્થી મેયર પ્રથમ વખત શહેરને મળ્યાં છે – પ્રશાંત પટેલ, શહેર કૉંગ્રેસ પ્રમુખ
  • રખડતાં ઢોરો મુદ્દે નિષ્ફળ મેયર કેયુર રોકડીયા ભાન ભૂલ્યા – શહેર કૉંગ્રેસ.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા | રખડતાં ઢોરની સમસ્યા માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવનાર મેયર કેયુર રોકડીયા પર શહેર કૉંગ્રેસ પ્રમુખે પલટવાર કરતાં જણાવ્યું છે કે, 27 વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે છતાં મેયર કૉંગ્રેસને જવાબદાર ગણાવે છે, તો મેયરે ઇતિહાસ જાણ્યા વગર આવી કોમેન્ટ ના કરવી જોઈએ. એકંદરે, રખડતાં ઢોરની સમસ્યાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી રહેલાં મેયર કેયુર રોકડીયા હવે આનો કેવો જવાબ આપશે એ જોવું રહ્યું.

તો બીજી તરફ એ નોંધવું રહ્યું કે, મેયરના નિવેદન સામે વાંધો ઉઠાવનાર શહેર કૉંગ્રેસ દ્વારા શહેરમાં ફરતી ગાયોની તસવીર પાડવાની કે મેળવવાની તસ્દી લેવામાં આવી નથી. યાદી સાથે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલાં વડોદરા અને રાજ્ય બહાર રસ્તે રખડતી ગાયોના ફોટો મોકલવામાં આવ્યા હતાં. જો સ્હેજ મહેનત કરી હોત તો, વડોદરામાં જ રસ્તા પર રખડતી ગાયોની તસવીર પ્રાપ્ત થઈ શકી હોત. ઇન્ટરનેટ પર વડોદરાના રસ્તાઓ પર રખડતી ગાયો (Cows roaming the roads of Vadodara) એટલું સર્ચ કર્યું હોત તો પણ ઘણી તસવીરો મળી શકી હોત. આ તો જસ્ટ વાત છે..

શહેર કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે, વડોદરા શહેરમાં કેયુર રોકડિયા મેયર બન્યા બાદ રખડતી ગાયો માત્ર 15 દિવસમાં જાહેર માર્ગો પરથી દુર કરાશે તેવી ગુલબાંગો પોકારી હતી. ત્યારે પણ વડોદરાના હિતમાં કૉંગ્રેસ પક્ષે મેયર અને ગૌપાલકોને સાથે રાખી મુદ્દાનું સમાધાન કરી, જાહેર માર્ગો પરથી ઢોરો દૂર કરવામાં આવે તેનું સમર્થન આપ્યું હતું. મેયર જે પક્ષમાંથી આવે છે તે પક્ષના પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર મંચ પરથી તેમની ખીલ્લી ઉડાવવામાં આવી અને ઢોરોના મુદ્દે મેયર તદ્દન નિષ્ફળ છે તેવું નિવેદન કરવામાં આવ્યુ.

“ખુજીયાની બિલ્લી ખંભા નોચે” કહાવત મેયર પર સંપૂર્ણ પણે ફિટ બેસે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌચરની જમીનો મોટા ઉદ્યોગપતિઓને વેચી દેવામાં આવી અને લોકોને રસ્તે રઝળતા છોડી દીધા. છેલ્લા સત્તાવીસ વર્ષથી ગુજરાતમાં અને વડોદરામાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તો પણ મેયર કોંગ્રેસ ને ઢોરો ના મુદ્દે જવાબદાર ગણાવી રહ્યા છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ગૌપાલકોને ગૌચરની જમીન આપવામાં આવી હતી. જેથી ગાય માતાને સન્માન મળે અને જાહેર રસ્તાઓ પર ગાય ના રઝળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, તેમણે પોતાની પાર્ટીના કાર્યકરો દ્વારા જમીન પર દબાણ કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી મૂક બની તમાશો જોયા કરે છે. અને વધેલી જમીન પોતાના ઉદ્યોગપતિ મિત્રોને વેચી દઈ ને રોકડી કરી લીધી હતી. ઇતિહાસ જાણ્યા વગર આવી કોમેન્ટ ન કરવી જોઈએ.

વધુમાં શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું કે ભાજપ ના પ્રમુખ મેયર ને શહેર માંથી ગાય કાઢવા લાકડી બતાવે અને મેયરશ્રી પોતાના બચાવ માટે કૉંગ્રેસ ને બદનામ કરે આ કેટલું યોગ્ય છે, ગાયમાતા પણ એક જીવ છે શહેરના પ્રથમ નાગરિક પણ ગાય નું દૂધ પી ને મોટા થયા છે આટલા સ્વાર્થી મેયર પ્રથમ વખત શહેરને મળ્યા છે જે શહેર માટે દુર્ભાગ્ય કહેવાય.ગૌચરની જમીન ગાયમાતા માટે આપો,ગૌપાલક તેમજ શહેરીજનો ને સ્માર્ટ સિટી આપો એજ અમારી શહેરના મેયરશ્રી પાસે આશા છે.

વડોદરા શહેર કૉંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકરે જણાવ્યું કે માત્ર ગાયો ને વડોદરા જાહેર માર્ગો પરથી હટાવવા નિષ્ફળ ગયેલા મેયર પોતાની ગાડી છોડી બાઈક પર ફરે ત્યારે સામાન્ય માણસને કુતરાનો કેટલો ત્રાસ થાય છે, તે તમને ખબર પડે.

 😀  (FunRang Joke) 😀 

પકડુઃ આજકાલ મેં સમાજ સેવા શરૂ કરી છે.

ભદોઃ એટલે શું કરે છે?

પકડુઃ કંઈ નહીં કોઈ અજાણ્યો દુઃખી માણસ દેખાય તો એની સામે સ્માઈલ કરી જતો રહું છું. એ એના દુઃખ ભુલીને એ વિચારે ચડી જાય છે કે, આ કોણ હતો? થઈને સમાજ સેવા…  

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

રખડતાં ઢોર,રાજકારણ,કૉંગ્રેસ,પલટવાર,મેયર,કેયૂર રોકડીયા,ભાજપા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *