• ચાઈનીઝ / પ્લાસ્ટીકના દોરીના 214 ઝડપી પાડવામાં આવી.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । ઉત્તરાયણ પર્વમાં રાહદારીઓ માટે જીવલેણ સાબિત થતી પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તરસાલી ગુરુદ્વારા પાસેના મેદાનમાં કબીર રીલ એન્ડ પતંગ સ્ટોર ચલાવતાં શખ્સને ચાઈનિઝ દોરી સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ ગુબ્બારા તેમજ દોરાનું વેચાણ કરનાત ઇસમો શોધી કાઢવાની પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘની સૂચનાને આધારે પીસીબીના પી.આઈ જે. જે. પટેલની ટીમે તપાસ હાથ ધી હતી. જેમાં પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને મળેલી બાતમીને આધારે તરસાલી ગંગાસાગર સોસાયટી પાસે ગુરુદ્વારાની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કબીર રીલ એન્ડ પતંગ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો.

પીસીબીએ દરોડો પાડતાં 42 વર્ષિય અલ્તાફ ગફારભાઈ મેમણ ગેરકાયદે ચાઈનિઝ પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતો હોવાનું સપાટી પર આવ્યું હતું. પીસીબીએ રૂ. 30,650ની કિંમતની 214 રીલ કબજે કરી અલ્તાફ મેમણને મકરપુરા પોલીસને હવાલે કર્યો હતો.

ચાઈનીઝ દોરી ઝડપી પાડવામાં પીસીબીના પી.આઈ. જે.જે. પટેલ, પી.એસ.આઈ. એમ.જી. કરડાણી, પી.એસ.આઈ. જે.બી. ત્રિવેદી, એ.એસ.આઈ. અરવિંદ કેશવાર, હે.કો. કાળુભાઈ ખાટાભાઈ, પો.કો. કમલેશ બાળાસાહેબ, પો.કો. નરેન્દ્રસિંહ કેશરીસિંહ, પો.કો. હર્ષપાલસિંહ કરણસિંહ, પો.કો. મહેન્દ્ર વિશ્વાસરાવ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

 😛 (FunRang Joke) 😛 

કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે પકડું પાંચ ઉપાય જણાવે છે.

કોઈની સાથે સીધા મોંઢે વાત કરવી નહીં. કોઈના મોંઢે લાગવું નહીં.

લોકો સાથે એવી રીતે વાત કરવી કે એને ખોટું લાગે અને કોઈ નજીક જ ના આવે. (અપશબ્દો પોતાના જોખમે બોલવા)

સ્વભાવમાં જરૂર કરતાં વધારે ઉગ્રતા રાખવી, કોઈને પણ જોતાં જ મોંઢું ફેરવીને અક્કડ બતાવવી.

માસ્ક એવી રીતે પહેરવું કે ઉઘરાણીવાળા તમને ઓળખી ના શકે.

કોઈની પાછળ પડવું હોય તો સેનેટાઈઝરથી હાથ ધોયા પછી માસ્ક પહેરીને જ પડવું.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *