• સિટી પોલીસ મથકની ટીમે ચાર દરવાજા સહિતના જૂના શહેરી વિસ્તારમાં જાગૃતિનો પ્રયાસ કર્યો.
  • રાત્રિ કર્ફ્યુનો સમય થતાં પહેલાં લોકોને પોતાના ઘરમાં જતાં રહેવા સૂચના આપવામાં આવી.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । કોરોનાની ત્રીજી લહેરની સંભાવના સર્જાઈ છે ત્યારે તમામ સરકારી તંત્રો હરકતમાં આવ્યા છે. આજે સયાજીગંજ પોલીસ દ્વારા કાલાઘોડા વિસ્તારમાં અને ફતેપુરા પોલીસ દ્વારા ફતેપુરા વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોડી સાંજે સિટી પોલીસ મથકની ટીમ જીપમાં બેસીને સ્પિકર દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે જાહેરાત કરવા નિકળી હતી.

શહેરના હાર્દ સમા ચાર દરવાજા વિસ્તારમાં લોકો ગલીઓમાં ટોળે વળતાં હોય છે. તેમજ આ વિસ્તારમાં ઘણાં લોકો માસ્ક પહેરવું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું પણ ટાળતાં હોય છે. આ સંજોગોમાં સિટી પોલીસ દ્વારા જૂના શહેરી વિસ્તારમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને રાત્રિ કર્ફ્યુનો સમય શરૂ થાય એ પહેલાં લોકોને પોતાના ઘરે જતાં રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમજ નાઈટ કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે એમ જણાવાયું હતું.

 🙂 (FunRang Joke) 🙂 

પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.

ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…

પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *