ભરૂચ,કાવી,ચેઈન સ્નેચિંગ,વડોદરા,ક્રાઈમ બ્રાન્ચ,ગોરવા,દશામા

ભરૂચ,કાવી,ચેઈન સ્નેચિંગ,વડોદરા,ક્રાઈમ બ્રાન્ચ,ગોરવા,દશામા

  • ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચાર શખ્સો સાથે ચેઇન સ્નેચિંગ કર્યું હતું.
  • વડોદરાના ગોરવા વિસ્તારમાંથી અછોડાતોડ ઝડપાયો.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા | ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચેન સ્નેચિંગના ગુનામાં ધરપકડથી બચવા માટે છેલ્લાં છ મહિનાથી નાસતાં અછોડાતોડને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. કાવી ખાતે ચાર શખ્સોએ મળીને ચેઇન સ્નેચિંગનો ગુનો આચર્યો હતો. જે પૈકી ત્રણ ઝડપાઈ ગયા હતાં જ્યારે આ એક અછોડાતોડ નાસતો ફરતો હતો.

ગોરવા વિસ્તારમાં દશામાતાના મંદિર પાસે રહેતો 21 વર્ષિય સુનીલ ચીમનભાઈ દંતાણી સહિતના ચાર તસ્કરોએ છ માસ અગાઉ ભરૂચ જિલ્લાના કાવી ખાતે ચેઇન સ્નેચિંગનો ગુનો કર્યો હતો. જે પૈકી, ત્રણ અછોડાતોડ ઝડપાઈ ગયા હતાં. જ્યારે સુનીલ દંતાણી છેલ્લાં છ મહિનાથી પોલીસને ચકમો આપીને ઠેર ઠેર નાસતો ફરતો હતો.

ક્રાઈમ બ્રાનચના પેરોલ ર્ફ્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, સુનીલ દંતાણી વડોદરા આવ્યો છે. જેને આધારે ટીમ દરોડો પાડતાં દશામા મંદિર પાસેથી સુનીલ દંતાણી ઝડપાઈ ગયો હતો. પોલીસ ધરપકડથી બચવા છેલ્લાં છ મહિનાથી નાસતાં સુનીલને કાવી પોલીસ મથખને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નાસતાં આરોપીને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચના કનકસિંહ, અમૃતલાક, કનૈયાલાલ, રવિન્દ્રભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

(FunRang Joke)

પકડુંએ હોંશિયારી કરતાં ગર્લફ્રેન્ડ પાક્કીને કહ્યું કે, હું એવી છોકરી સાથે લગ્ન કરીશ જે મહેનત કરતી હોય, સાદગીનું પાલન કરતી હોય, ઘરને સાફસુથરું રાખતી હોય અને કીધેલું માનતી હોય.

પાક્કીઃ અચ્છા એટલે તારે કામવાળી સાથે લગ્ન કરવા છે?

ભરૂચ,કાવી,ચેઈન સ્નેચિંગ,વડોદરા,ક્રાઈમ બ્રાન્ચ,ગોરવા,દશામા

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *