- નિઝામપુરા પાસપોર્ટ ઓફિસવાળા અર્પણ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં બીનવારસી કાર ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.
- નવાયાર્ડ વિસ્તારમાં રહેતાં નામચીન રૂબીન શેખનું ઉત્તરાયણ પૂર્વે ‘પીલ્લું વાળતી’ ક્રાઈમ બ્રાન્ચ.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । ઉત્તરાયણ પર્વમાં દારૂબંધીનું કડક પાલન થઈ શકે એવા આશય સાથે વડોદરા પોલીસ તંત્ર એક્ટિવ મોડમાં આવ્યું છે. ત્યારે ગત જુલાઈ માસમાં નિઝામપુરા વિસ્તારમાં પાસપોર્ટ ઓફિસના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી મળેલી દારૂનો જથ્થો ભરેલી બીનવારસી કારના વારસ રૂબિન શેખનું સાત મહિને ક્રાઈમ બ્રાન્ચે ‘પીલ્લુ વાળ્યું’ હતું. રૂબીન શેખ અગાઉ ખૂન, ઇંગ્લિશ દારૂ, રાયોટીંગ, મારામારીના ગુનાઓ પકડાયેલો છે.
ગત તા. 1 જુલાઈ 2021ના રોજ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસવાળા અર્પણ કોમ્પ્લેક્ષના પાર્કીંગમાંથી એક બીનવારસી કાર ઝડપી પાડી હતી. બીનવારસી કારમાંથી 8 PM વ્હિસ્કીના 720 ટેટ્રાપેક મળી આવ્યા હતાં. આ અંગે અજાણ્યા શખ્સ સામે ફતેગંજ પોલીસ મથકમાં ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.એ. જાડેજા સહિતની ટીમે તપાસ કરતાં બીનવારસી કારનો વારસ નવાયાર્ડ રેલ્વે કોલોનીમાં રહેતો 29 વર્ષિય રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફમીયા શેખ હોવાનું સપાટી પર આવ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂબીન શેખને ઝડપી પાડ્યો હતો. 7 મહિના અગાઉ રૂબીનને દારૂનો જથ્થો કોની પાસેથી મળ્યો હતો? દારૂનો જથ્થો એ કોને આપવાનો હતો? વગેરે મુદ્દે ક્રાઈમ બ્રાન્ચે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ફતેગંજ પોલીસ મથક, રાવપુરા પોલીસ મથક અને વડોદરા પશ્ચિમ રેલ્વે પોલીસ મથકમાં ખૂન, પ્રોહિબિશન, રાયોટીંગ, મારામારીના ગુનાઓમાં રૂબીન શેખની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
😛 (FunRang Joke) 😛
ટાઈગર ફૂલ ટાઈટ થઈ ગયો હતો.
પકડું – અલા ભાઈ, આટલો ટલ્લી કેમ થઈ ગયો છે?
ટાઈગર – મજબૂરી હતી…
પકડું – કેવી મજબૂરી?
ટાઈગર – બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હતું…
(આજના ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ વિડીયોમાં)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz