- આપઘાત કરવા જઉં છું એવો પુત્રીને મેસેજ કરી ફતેગંજ બ્રિજ પાસે આપઘાતનો પ્રયાસ.
- ઉંઘની 30 જેટલી ગોળીઓ ખાનાર આધેડ કારમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતાં.
- તાત્કાલિક સારવાર પ્રાપ્ત થતાં આધેડની હાલત સુધારા પર.
FunRang News. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા આધેડ પુત્રીને મેસેજ કરીને આપઘાત કરવા નિકળ્યા હતાં. આ અંગે જાણ થતાં હરણી પોલીસ અને પીસીબી દ્વારા મોબાઈલનું લાઈવ લોકેશન શોધીને આપઘાતનો પ્રયાસ કરનાર આધેડનો જીવ બચાવ્યો હતો. આધેડનો જીવ બચાવવામાં હરણી પી.આઈ. વી.કે. દેસાઈ, પીસીબી પીઆઈ જે. જે. પટેલ તથા પી.એસ.આઈ. એન.ડી. જાડેજા, એ.એસ.આઈ. ભીખુભાઈ, WLRD ધૃતિ રાયસિંગભાઈ, WLRD ભાવિષા લખમણભાઈ, અ.હે.કો. રામાભાઈ નગરાભાઈ, અ.પો.કો. મુકેશકુમાર કેસરભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
આજરોજ હરણી પોલીસ મથકમાં આવી પહોંચેલી ન્યૂ વી.આઈ.પી. રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી એક યુવતીએ પી.આઈ. વી.કે. દેસાઈને કહ્યું કે, તેના 47 વર્ષિય પિતા ઘરેથી નિકળી ગયા હતાં. અને ત્યારબાદ તેમણે મેસેજ કરીને જણાવ્યું હતું કે હું આપઘાત કરું છું.
(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલા વ્યંગસભર કાર્ટૂન્સ જુઓ વિડીયોમાં)
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પી.આઈ. દેસાઈએ તાત્કાલિક યુવતીના પિતાની શોધખોળ શરૂ કરી હતી. તેમણે પીસીબી પી.આઈ. જે. જે. પટેલને કૉલ કર્યો હતો આધેડ વ્યક્તિના મોબાઈલનું લાઈવ લોકેશન મેળવ્યું હતું.
લાઈવ લોકેશનને આધારે હરણી પોલીસ મથકની શી – ટીમ સહિતનો સ્ટાફ ફતેગંજ બ્રિજ પહોંચ્યો હતો. ત્યાં તપાસ કરતાં બોલેરો કારમાંથી યુવતીના પિતા બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતાં. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સારવારને પગલે આધેડની હાલતમાં સુધારો આવ્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે આધેડે 30 જેટલી ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આધેડ શખ્સે કયા કારણોસર આપઘાત કર્યો છે? તે દિશામાં હરણી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, હરણી પોલીસની ઝડપી કામગીરીને કારણે એક શખ્સનો જીવ બચવા પામ્યો છે.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg