- ઓરીજીનલના રૂપિયા લઈ ગ્રાહકોને ડુપ્લિકેટ માલ પધરાવવાનો કારસો.
- 7.96 લાખનો મુદ્દામાલ ઝડપાયો.
FunRang News. વડોદરાના મરીમાતાના ખાંચામાં આવેલા મોબાઈલ બજારમાં કેટલાંક વેપારીઓ ઓરીજીનલના રૂપિયા લઈ ગ્રાહકોને ડુપ્લિકેટ માલ પધરાવી રહ્યા હતાં. જેનો પર્દાફાશ થતાં 7.96 લાખના મુદ્દામાલ સાથે 6 વેપારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
મરીમાતાના ખાંચામાં આવેલી મલ્ટીમીડીયા મોબાઈલ, શ્રી બાલવીર મોબાઈલ, સોનિકા મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, મનાલી મોબાઈલ, અનમોલ ટેલિકૉમ તેમજ શ્રી વાહેગુરુ મોબાઈલની દુકાનોમાં Apple કંપનીના લોગોવાળી ડુપ્લિકેટ એસેસરીઝ વેચાઈ રહી હતી. આ અંગે Apple કંપનીના ટ્રેડ માર્ક અને કોપી રાઈટની સલામતી માટે કામ કરતી અમદાવાદની કંપનીને જાણ થઈ હતી.
અમદાવાદની કંપનીએ કરેલી ફરિયાદને આધારે રાવપુરા પોલીસે મરીમાતાના ખાંચામાં ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની ટીમે વિવિધ દુકાનોમાં તપાસ કરતાં ઉપર જણાવેલી 6 દુકાનમાંથી Appleના લોગો સાથેની ડુપ્લિકેટ એસેસરીઝ જેવી કે, હેડફોન, કેબલ, ચાર્જર, ઇયરફોન, વૉચ વગેરે ચીજવસ્તુઓ મળી આવી હતી. Appleના નામે ડુપ્લિકેટ એસેસરીસ વેચતાં દુકાનદારો હરીશભાઈ પ્રકાશભાઈ પારદાસાણી, નરેન્દ્ર પ્રકાશજી પુરોહીત, જેસારામ દુર્ગાજી પુરોહીત, આકાશ દિલીપભાઈ લોહાણા, ભરતભાઈ અંબારામ પુરોહિત તેમજ કુમારભાઈ કિશોરભાઈ છબળિયાની ધરપકડ કરવામાં આવી હતી.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg