•  ➡ ગૃહક્લેશને પગલે આપઘાત કરવાનો વિચાર કરવા નિકળેલી મહિલાને સમાજાવી.
  •  ➡ હરણી SHE  ટીમ સસરાંને લઈ તેમની પુત્રવધુને શોધવા નિકળી.

FunRang News. નાની અમથી વાતે આપઘાત કરવા નિકળી પડતાં લોકોને બચાવવા માટે શહેરની SHE ટીમ કટીબદ્ધ બની છે. આજરોજ હરણી પોલીસની SHE ટીમે એક મહિલાનો જીવ બચાવ્યો હતો.

આજે વુ.પો.કો. રેખાબહેન મફતભાઈ અને WLRD ભાવિશાબહેન હેમાંગીનીબહેન વિનુભાઈ સાંજના સમયે પેટ્રોલિંગ કરી રહ્યા હતાં ત્યારે સમા ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં આવેલા અંબે માતાજીના મંદિરની સામે એક વયોવૃદ્ધ વ્યક્તિ મળી આવ્યો હતો. ખૂબ ગભરાયેલા એ વડીલે SHEની પોલીસ કર્મીઓને જણાવ્યું કે, મારા દિકરાની વહુ ગૃહક્લેશને પગલે આપઘાત કરવાની ચીમકી આપીને ઘરેથી નિકળી ગઈ છે.

વાત સાંભળતાં જ SHE ટીમે વડીલની સાથે પરિણીતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં દરમિયાનમાં ઇ.એમ.ઈ. કેમ્પના ગેટ પાસે પુત્રવધુને દોડતી જતાં જોઈ, સસરાંએ ઓળખી કાઢી હતી. જેને પગલે SHE ટીમે તેને રોકીને સમજાવી હરણી પોલીસ મથકે લઈ આવ્યા હતાં.

હરણી પોલીસ મથકે વૃ.પો.સ.ઈ. કે. એચ. રોયલાએ મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને આવું કૃત્ય નહી કરવા સમજાવ્યું હતું. જેને પગલે રાજી થઈ ગયેલી મહિલાએ પતિ સાથે જવા માંગતા તેને તેના પતિને સોંપવામાં આવી હતી.

ગૃહક્લેશમાં આપઘાત કરવા નિકળેલી મહિલાનો જીવ બચાવવામાં હરણી પોલીસ મથકના પી.આઈ. વી. કે. દેસાઈ, વુ.પો.સ.ઈ. કે.એચ. રોયલા, વુ.પો.કો. રેખાબહેન મફતભાઈ, વુ.અ.લો.ર. ભાવિશાબહેન લખમણભાઈ, વુ.અ.લો.ર. હેમાંગીનીબહેન વિનુભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

 (આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો.  નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *