Mehulkumar Vyas. [9978918796]
Vadodara | આયુર્વેદ ભારતની પ્રાચીન શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ છે. ચરક અને સુશ્રુત જેવા આયુર્વેદાચાર્યોએ આ પદ્ધતિ પર અદભુત ગ્રંથો લખ્યા છે. આધુનિક યુગનો માનવી આજે એલોપેથીની કેમિકલ સારવાર પદ્ધતિ કંટાળી, યોગ અને આયુર્વેદની સારવાર લેતો થયો છે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન. નરેન્દ્રભાઇ મોદીએ પણ કોરોના જેવી મહામારીથી બચવા યોગ અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને રોજિંદા જીવનમાં વિશેષ મહત્વ આપવા ઉપર ભાર મૂક્યો છે.
ત્યારે આજરોજ શહેરના જુના પાદરા રોડ નજીક આવેલા દિવાળીપુરા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ દ્વારા શહેરની જનતાને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિનો લાભ મળી રહી તેવા શુભ હેતુથી યુરો- કેર હોસ્પિટલ ખાતે ઇન્દુ આયુર્વેદા સિટી સેન્ટરની શરૂઆત કરેલ છે. આ સેન્ટરને વડોદરાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ અને શહેરના પ્રથમ નાગરિક અને મેયર કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
સાંસદ રંજનબહેન ભટ્ટે આ તબક્કે જણાવ્યું હતું કે વડોદરા શહેરના પશ્ચિમ સીમાડે આવેલા અંકોડિયા ગામ ખાતે ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા ચલાવવામાં આવતી ઇન્દુ આયુર્વેદ હોસ્પિટલનો લાભ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો લઇ રહ્યા છે અને ત્યાં એડમિટ થઈ સારવાર લેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે શહેરના નાગરિકોને શહેરમાં જ પોતાના રહેઠાણની નજીક આજરોજ ખુલ્લા આ સેન્ટર નો વિશેષ લાભ આવનાર સમય માં મળવાનો છે.
અકોટા ના ધારાસભ્ય શ્રીમતી સીમાબહેન મોહિલે, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, દંડક ચિરાગભાઈ બારોટ આ ઉપરાંત શહેર ભાજપના અગ્રગણ્ય લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહનને શહેરમાં શ્રેષ્ઠ સુવિધાવાળું આયુર્વેદ સેન્ટર ઉભું કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
(FunRang Joke)
પકડું – ટાઈગર, કેટલાંક મિત્રો 11માં ધોરણની માર્કશીટ જેવા હોય છે.
ટાઈગર – 11માંની માર્કશીટ જેવા એટલે?
પકડું – જીવનમાં ક્યારેય કામ જ ના લાગે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz