જુગાર,વરલી મટકા,પોલીસ

જુગાર,વરલી મટકા,પોલીસ

  • વરલી મટકાના આંકડાનું સાહિત્ય સહિતની માલમત્તા કબ્જે કરતી લક્ષ્મીપુરા પોલીસ.

Mehul Vyas. વડોદરા  ગોત્રી ગામ પાસે પાન પડીકીના ગલ્લાની આડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

લક્ષ્મીપુરા પોલીસ મથકના અ.હે.કો. દીનુભાઈ માલાભાઈને બાતમી મળી હતી કે, ગોત્રી ગામ પાછળ આવેલી ઓમ રેસિડેન્સીના ગેટ પાસે પાનના ગલ્લાની આડમાં વરલી મટકાનો જુગાર રમાવામાં આવી રહ્યો છે. બાતમીને આધારે લક્ષ્મીપુરા પોલીસ મથકના પી.આઈ. જે. એચ. ચૌધરી, વુ.પો.સ.ઈ. આર. કે. ગોસાઈ, હે.કો. દીનુભાઈ માલાભાઈ, અ.પો.કો. ગુમાનસિંહ ભેમસિંહ, અ.પો.કો. અશોકભાઈ અંબારામભાઈ અને પો.કો. શાંતિભાઈ રામેશ્વરભાઈએ દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડો પાડતાં પાનના ગલ્લાના વેપારની આડમાં વરલી મટકાનો જુગાર રમતાં દિપકભાઈ રામભાઈ વ્યાસ (રહે. દિનદયાળ નગર, વુડાના મકાનમાં ગોત્રી રોડ, વડોદરા), નવનીતભાઈ વિનુભાઈ પરમાર (રહે. દક્ષાપાર્ક સોસાયટી, દિપ ટૉકિઝ રોડ, નવાયાર્ડ, વડોદરા) અજયકુમાર રામપ્યારે શુક્લા (રહે. કૃષ્ણનગર, નવાયાર્ડ, છાણી રોડ, વડોદરા) અને પ્રવિણભાઈ મનહરભાઈ રાવલ (રહે. દિનદયાળનગર, વુડાના મકાનમાં, ગોત્રી રોડ, વડોદરા – હાલ રહે. ક્રિસ્ટ્રલ યજ્ઞ પુરુષ સોસાયટી, કોલાબેરાની બાજુમાં, ગોત્રી રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતાં.

તેઓની પાસેથી વરલી મટકાના આંકડાનું સાહિત્ય, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ. 20,720 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી જુગારધારા કલમ 12 – અ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

(આજે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ વિડીયોમાં)

 

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *