- નંદેસરી જીઆઈડીસીના સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે પતિ – પત્ની સહિતની ચંડાળ ચોકડી ખાખી વર્દી પહેરીને ઉભી હતી.
- ખાનગી વાહનો પર લાલ – ભૂરી લાઈટો લગાડી જાહેર રોડ પર વાહન ચેકિંગ કરતાં હતાં.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । નંદેસરી જીઆઈડીસીમાં ચંડાળ ચોકડીએ ડુપ્લિકેટ પોલીસ બનીને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. આ અંગે જાણ થતાં આવી પહોંચેલી નંદેસરી પોલીસની ટીમે ચંડાળ ચોકડીને ઝડપી પાડી હતી.
નંદેસરી પોલીસ મથકના પી.આઈ. એસ. એ. કરમુર સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એ.એસ.આઈ. વાજીદઅલી અસગરઅલી અને પો.કો. હરેશભાઈ રામજીભાઈ, પો.કો. પિનેશભાઈ પ્રવિણભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, જીઆઈડીસીમાં ડુપ્લિકેટ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
કોરોના કાળમાં માસ્કથી માંડી અલગ અલગ મુદ્દે નાણાં ઉઘરાવી શકાય એમ હોવાથી 20 વર્ષિય વ્રજકુમાર કેતન વાઘેલા (રહે. નંદેસરી અજયનગર નંદેસરી વિદ્યાલય, વડોદરા), 35 વર્ષિય ચંદ્રીકાબહેન વિક્રભાઈ રાજપૂત (રહે. શિવાજીનગર, નંદેસરી, વડોદરા), 36 વર્ષિય વિક્રમકુમાર મોહનસિંહ રાજપૂત (રહે. શિવાજીનગર નંદેસરી, વડોદરા) અને 24 વર્ષિય નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ગોહિલ (રહે. રામગઢ ગામ, વડોદરા) નકલી પોલીસ બનીને જાહેર માર્ગ પર ઉભા રહી ગયા હતાં. પોલીસ જેવો યુનિફોર્મ પહેરવા ઉપરાંત, પોતાના ખાનગી વાહનો પર તેઓએ લાલ – ભૂરી લાઈટ્સ લગાડી દીધી હતી. અને વાહનચાલકો પર રોફ ઝાડી રહ્યા હતાં.
પતિ – પત્ની સહિતની ચંડાળ ચોકડી જીઆઈડીસીમાં સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યાંજ નંદેસરી પોલીસની ટીમ ત્રાટકી હતી. ચારેય શખ્સોને કોરોના ટેસ્ટ કરાવ્યા હતાં. ટેસ્ટનું પરીણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ દરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પતિ – પત્ની સહિતની ચંડાળ ચોકડી પાસેથી કુલ 81,875 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડવામાં નંદેસરી પોલીસ મથકના પી.આઈ. એસ. એ. કરમુર, પી.એસ.આઈ. પી.આર. ગોહિલ, એ.એસ.આઈ. અલીભાઈ મસ્તુરભાઈ, એ.એસ.આઈ. વાજીદઅલી અસગરઅલી, હે.કો. જયવીરસિંહ જશુભા, હે.કો. યુવરાજસિંહ અજીતસિંહ, હે.કો. ઠાકોરભાઈ ગોવિંદભાઈ, પો.કો. હરેશભાઈ રામજીભાઈ, પો.કો. પિનેશભાઈ પ્રવિણભાઈ, પો.કો. શૈલેષભાઈ લાલજીભાઈ, પો.કો. શૈલેન્દ્રસિંહ કરણસિંહ, લો.ર. કેતનકુમાર સુરેશભાઈ અને વુ.લો.ર. સિતાબહેન ગણપતભાઈએ સારી કામગીરી કરી હતી.
😛 (FunRang Joke) 😎
ટાઈગરઃ પકડું, આજથી હવે પંજાબી ખાવાનું બંધ.
પકડુઃ પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લેવા!?
ટાઈગરઃ હંઅઅઅ….
પકડુઃ એટલે તું હમણાં લસ્સી નહીં પીએ?
ટાઈગરઃ ઓય લસ્સી તો છાસ કહેવાય, મંગાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz