- ➡ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતાં મુકેશને સોખડાનો વિપુલ રાજપૂત ગાંજો સપ્લાય કરતો હતો.
- ➡ એક – બે કિલો ગાંજો મેળવી મુકેશ તેની પડીકીઓ બનાવીને વેચાણ કરતો હતો.
- ➡ SOG (સ્પેશિયલ ઓપરેશન ગૃપ) દ્વારા 1 કિલો 177 ગ્રામ ગાંજા સહિતની મત્તા કબજે કરાઈ.
Mehulkumar Vyas. વડોદરા નિઝામપુરા વિસ્તારમાં છેલ્લાં 8 માસથી ગાંજાની પડીકીઓનું વેચાણ કરતાં મુકેશ સવાણીને 1 કિલો 177 ગ્રામ ગાંજાના જથ્થા સાથે વડોદરા પોલીસના સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
SOG પી.આઈ. એસ. જી. સોલંકીને મળેલા ઇનપુટને આધારે SOG પી.એસ.આઈ. જે. કે. મોરી સહિતની ટીમ વૉચમાં હતી. દરમિયાનમાં પો.કો. મોહમદહસન મોહમદહનીફને બાતમી મળી હતી. બાતમીને આધારે SOGની ટીમે નિઝામપુરા બસ ડેપો પાછળ આવેલી વિહળધામ સોસાયટીના મકાનમાં દરોડો પાડ્યો હતો.
મકાનમાં રહેતો મુકેશ દેવજી સવાણી (પ્રજાપતિ) પાસેથી 1 કિલો 177 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મુકેશે જણાવ્યું હતું કે, તે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. છેલ્લાં આઠ મહિનાથી તેને સોખડા ગામનો વિપુલ રાજપૂત મહિનામાં બે વખત એક – બે કિલો ગાંજાનો જથ્થો સપ્લાય કરે છે.
વિપુલ પાસેથી મેળવેલાં જથ્થામાંથી મુકેશ પડીકીઓ બનાવીને ઓળખીતા ગ્રાહકોને ગાંજો વેચતો હતો. મુકેશ સવાણી સામે અગાઉ સમા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો તેમજ મારામારીનો ગુનો નોંધાયેલ છે. ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી સામે ફતેગંજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે વિપુલ રાજપૂતને વોન્ટેડ જાહેર કરાયો છે.
ગાંજાની હેરાફેરી અને તેના વેચાણના નેટવર્ક અંગેની તલસ્પર્શી તપાસ SOG પી.એસ.આઈ. પી. વી. ચૌધરીને સોંપવામાં આવી છે.
છેલ્લાં 8 માસથી ગાંજાનો વેપલો કરનાર આરોપીને ઝડપી પાડવામાં SOG પી.આઈ. એસ. જી. સોલંકી, પી.આઈ. આર.એ. પટેલ, પી.એસ.આઈ. જે.કે.મોરી, એ.એસ.આઈ. કેસરીસિંહ માધવસિંહ, હે.કો. જતીનકુમાર રવિન્દ્રભાઈ, હે.કો. વિનોદભાઈ દેવજીભાઈ, હે.કો. જયદીપસિંહ નટવરસિંહ, હે.કો. મનોજભાઈ સોમાભાઈ, પો.કો. મોહમદહસન મહમદહનીફ, પો.કો. ગોપાલસિંહ પ્રતાપસિંહ અને પો.કો. પૃથ્વીરાજસિંહ રણમલસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg